ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યા બાદ, કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા પ્રોટીઝ સામે મજબૂત પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.


IND vs SA પહેલી ટેસ્ટ મેચ 11

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11: શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, રિષભ પંત, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

સાઉથ આફ્રિકાના પ્લેઈંગ 11: એઈડન માર્કરામ, રેયાન રિકલ્ટન, ટોની ડી જ્યોર્જી, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, કાઈલ વેરેઈન (વિકેટકીપર), માર્કો જેન્સેન, સિમોન હાર્મર, કેશવ મહારાજ, સેનુરન મુથુસામી, કાગિસો રબાડા.

પંતની વાપસી

ભારતીય ટીમમાં ઋષભ પંતની વાપસી થઈ છે. અક્ષર પટેલની પણ વાપસી થઈ છે. ટીમ ઈન્ડિયા આ ટેસ્ટ મેચમાં ચાર સ્પિનરોને મેદાનમાં ઉતારશે.

યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં ઉત્તમ ફોર્મમાં છે. દરમિયાન, કુલદીપ યાદવ ભારતીય પરિસ્થિતિઓમાં સાઉથ આફ્રિકાના બેટ્સમેન માટે દુઃસ્વપ્ન સાબિત થઈ શકે છે.

  • Follow us on: