ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ. સિરીઝમાં 1-0થી પાછળ રહીને, ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી. ગિલની ઈજાને કારણે ટીમની કેપ્ટનશીપ કરી રહેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત પર પાછલી હારનો બદલો લેવાની જવાબદારી છે. આ મેચમાં પણ સ્પિનર્સનું વર્ચસ્વ રહેશે.


સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા. શુભમન ગિલની જગ્યાએ સાઈ સુદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે અક્ષર પટેલની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીએ ટીમમાં સ્થાન મેળવ્યું. સાઉથ આફ્રિકાએ કોર્બિન બોશની જગ્યાએ સેનુરન મુથુસામીનો પણ પ્લેઈંગ 11માં સમાવેશ કર્યો.

ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં 2 ફેરફાર કરવામાં આવ્યા છે

ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ 11 માં બે મોટા ફેરફારો કર્યા છે. શુભમન ગિલની જગ્યાએ સાઈ સુદર્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઈજાને કારણે બહાર થઈ ગયો હતો, જ્યારે અક્ષર પટેલની જગ્યાએ નીતિશ કુમાર રેડ્ડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જ્યારે ટીમ ઈન્ડિયાએ તેમની પ્લેઈંગ ઈલેવનમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા.

પ્લેઈંગ 11

સાઉથ આફ્રિકા

એઇડન માર્કરામ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જ્યોર્ગી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો જેન્સેન, સેનુરન મુથુસામી, સિમોન હાર્મર, કેશવ મહારાજ.

ટીમ ઈન્ડિયા

કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ


  • Follow us on: