ભારતીય ટીમ હાલમાં ODI અને T20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે હાલમાં ODI સિરીઝ રમાઈ રહી છે, જેની બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલ આ મેચમાં મોટી ઈનિંગ રમવા માગશે.


શુભમન ગિલ બેટ્સમેન અને કેપ્ટન બંને તરીકે પહેલી મેચમાં નિષ્ફળ ગયો હતો. તેથી તે બાકીની બે ODI મેચમાં સારું રમીને મોટી સિદ્ધિ હાંસલ કરવા માગશે. શુભમન ગિલ પહેલી મેચમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો હતો.

ODI ફોર્મેટમાં 300 રન પૂરા કરી શકે છે શુભમન ગિલ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે અત્યાર સુધીમાં ODI ક્રિકેટમાં 2,785 રન બનાવ્યા છે અને આ ફોર્મેટમાં 3,000 રન સુધી પહોંચવા માટે તેને 215 વધુ રનની જરૂર છે. જો તે આગામી બે મેચમાં 215 રન બનાવશે તો તે ODIમાં 3,000 રન સુધી પહોંચી જશે. ODI ફોર્મેટમાં શુભમન ગિલનો રેકોર્ડ અત્યાર સુધી ઘણો સારો રહ્યો છે. તેને આ ફોર્મેટમાં બેવડી સદી પણ ફટકારી છે. તેથી આગામી મેચોમાં તેની પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખવામાં આવશે.

શુભમન ગિલનો ODI રેકોર્ડ?

શુભમન ગિલના ODI આંકડા મુજબ તેને અત્યાર સુધીમાં 56 ઈનિંગમાં 58.02ની એવરેજથી 2,785 રન બનાવ્યા છે. આ દરમિયાન શુભમન ગિલની એવરેજ 58.02 રહ્યો છે. આ બધા રન 99.28 ના સ્ટ્રાઈક રેટથી આવ્યા છે. તેને આ ફોર્મેટમાં 8 સદી અને 15 અડધી સદી ફટકારી છે, જેમાં તેમનો હાઈએસ્ટ સ્કોર 208 રન છે. તે આ ફોર્મેટમાં 3,000 રન સુધી પહોંચવાની ખૂબ નજીક છે.

પહેલી મેચમાં બંને ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું?

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડે મેચ પર્થમાં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયા 7 વિકેટથી હારી ગઈ હતી. વરસાદના વિક્ષેપથી પ્રભાવિત પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી તે મેચમાં પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો, જ્યારે રોહિત શર્મા 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.

પહેલા બેટિંગ કરતા ભારતે 26 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. DLS નિયમ હેઠળ ઓસ્ટ્રેલિયાને 131 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જે ટીમે 7 વિકેટ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ મજબૂત વાપસી કરીને આગામી મેચ જીતવા માટે પ્રયત્ન કરશે.


  • Follow us on: