ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20 સિરીઝની પહેલી મેચમાં ભલે સંપૂર્ણ બેટિંગ ન કરી હોય, પરંતુ તેને ચોક્કસપણે એક નવી સિદ્ધિ હાંસલ કરી. વરસાદને કારણે ભારતીય ટીમ સંપૂર્ણ ઓવર પણ બેટિંગ કરી શકી ન હતી. 


આ દરમિયાન સારા સમાચાર એ છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે પોતાનું ફોર્મ પાછું મેળવ્યું હોય તેવું લાગે છે. આ મેચમાં સૂર્યાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે અગાઉ ભારત માટે ફક્ત રોહિત શર્માએ જ હાંસલ કરી હતી.

સૂર્યકુમાર યાદવે T20I મેચોમાં 150 છગ્ગા પૂરા કર્યા

સૂર્યકુમાર યાદવ હવે T20I મેચોમાં 150 છગ્ગા ફટકારનારા દુનિયાના બેટ્સમેનોની લિસ્ટમાં જોડાઈ ગયો છે. T20I મેચોમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ હજુ પણ રોહિત શર્માના નામે છે, જેને 205 છગ્ગા ફટકાર્યા છે. ખાસ વાત એ છે કે રોહિત શર્મા દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે જેને આ ફોર્મેટમાં 200 છગ્ગાનો આંકડો પાર કર્યો છે.


રોહિત શર્મા પછી UAEના મોહમ્મદ વસીમનો નંબર આવે છે, જેને અત્યાર સુધીમાં 187 છગ્ગા ફટકાર્યા છે. ન્યુઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલે 173 અને ઈંગ્લેન્ડના જોસ બટલરે T20I મેચોમાં 172 છગ્ગા ફટકાર્યા છે. હવે તેમના પછી સૂર્યકુમાર યાદવનું નામ આવે છે, જેને 150 છગ્ગા પૂરા કરવામાં સફળતા મેળવી છે.


મોહમ્મદ વસીમ પછી સૂર્યકુમારે આ સિદ્ધિ સુધી પહોંચનાર બીજો સૌથી ઝડપી ખેલાડી

પરંતુ અત્યાર સુધીમાં દુનિયાભરના 5 બેટ્સમેનોએ T20I મેચોમાં 150થી વધુ છગ્ગા ફટકાર્યા છે, પરંતુ આ માઈલસ્ટોન સુધી સૌથી ઝડપી પહોંચવાની બાબતમાં ભારતના સૂર્યકુમાર યાદવ બીજા નંબરે છે. UAEના મોહમ્મદ વસીમે માત્ર 66 ઈનિંગમાં 150 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવે આજે તેની 86મી ઈનિંગ રમતી વખતે આ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. અન્ય બેટ્સમેનોની વાત કરીએ તો માર્ટિન ગુપ્ટિલે 101 ઈનિંગમાં 150 T20I છગ્ગા, રોહિત શર્માએ 111 ઈનિંગ્સમાં અને જોશ બટલરે 120 ઈનિંગ્સમાં 150 છગ્ગા પૂરા કર્યા છે.

24 બોલમાં 39 રનની રમી જોરદાર ઈનિંગ

ઓસ્ટ્રેલિયા સામે સૂર્યકુમાર યાદવની ઈનિંગ અધૂરી હોવા છતાં આ ઈનિંગે તેને ઘણો આત્મવિશ્વાસ આપ્યો હશે. તેને 24 બોલનો સામનો કર્યો અને 39 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જો ઈનિંગ વધુ આગળ વધી હોત તો તેને લાંબા વિલંબ પછી તેની અડધી સદી સુધી પહોંચવાની તક મળી હોત.


  • Follow us on: