ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થશે, જેની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝ માટે ભારતીય ટીમ ઓક્ટોબરની શરૂઆતમાં જાહેર કરવામાં આવી હતી, જેમાં શુભમન ગિલને નવા ODI કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો, જ્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ સ્થાન મળ્યું હતું.


રોહિત અને કોહલી બંનેએ 2025ની શરૂઆતમાં ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમ્યા હતા અને હવે તેઓ મેદાનમાં પાછા ફરશે. ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી વિરાટ કોહલીએ ODI સિરીઝની તૈયારી માટે નેટ પર સખત મહેનત કરી.

વિરાટ કોહલીએ નેટમાં લાંબી બેટિંગ કરી પ્રેક્ટિસ

બધા ફેન્સ વિરાટ કોહલીને રમતમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા 14 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી અને પહેલું પ્રેક્ટિસ સેશન 16 ઓક્ટોબરે થયું હતું. આ પ્રેક્ટિસ સેશન દરમિયાન વિરાટ કોહલી અને રોહિત શર્માએ નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરી હતી અને વિરાટ કોહલી બેટિંગ કરતી વખતે તેના જૂના ફોર્મમાં જોવા મળ્યો હતો. આ ODI સિરીઝ વિરાટ કોહલી માટે મહત્વપૂર્ણ રહેશે અને બધા તેના પ્રદર્શન પર નજર રાખશે. ODI વર્લ્ડકપ 2027ને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સ ટીમની લાઈનઅપ તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે.


વિરાટ કોહલીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં કર્યું છે શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલીનો બેટિંગ રેકોર્ડ શાનદાર છે, તેને ત્યાં અત્યાર સુધીમાં 29 મેચ રમી છે અને 51.04ની એવરેજથી 1327 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં 5 સદી અને 6 અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ.

3 મેચની સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા

ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ 19 ઓક્ટોબરે પર્થમાં રમાશે. બીજી મેચ 23 ઓક્ટોબરે એડિલેડમાં રમાશે. ત્રીજી મેચ 24 ઓક્ટોબરે સિડનીમાં રમાશે. શુભમન ગિલ માટે આ સિરીઝ એક મોટી અગ્નિપરીક્ષા હશે.

  • Follow us on: