ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાઈ રહી છે. અત્યાર સુધી 2 મેચમાંથી એક-એક બંને ટીમોએ પોતાના નામ કરી લીધી છે. એટલે કે હવે જે ટીમ જીતશે, તેની પાસે સિરીઝ જીતવાની સંભાવના વધુ હશે. આ વચ્ચે ત્રીજી મેચમાં ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે.
ભારતીય ટીમમાં કુલદીપ યાદવના રમવાના લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ કુલદીપ યાદવ અત્યાર સુધી એક પણ મેચ રમી શક્યો નથી.
ઈંગ્લેન્ડે એક દિવસ પહેલા પ્લેઈંગ ઈલેવનની કરી જાહેરાત
ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બીજી મેચમાં જ ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી. આ સિરીઝ અત્યાર બરાબર થઈ ગઈ છે. ત્રીજી મેચના એક દિવસ પહેલા જ ઈંગ્લેન્ડે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે.
ઈંગ્લેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી આવું કરી રહ્યું છે. તે એક દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાની પ્લેઈંગ ઈલેવન પોસ્ટ કરે છે. ભારતીય ટીમની વાત કરીએ તો ટોસ સમયે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરવામાં આવે છે. ત્રીજી મેચમાં પણ કંઈક આવું જ કર્યું.
જસપ્રીત બુમરાહને ટીમમાં મળ્યું સ્થાન
ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહના પરત ફરવા અંગે કોઈ શંકા ન હતી. પ્રસિદ્ધ કૃષ્ણાને બહાર જવું પડશે તે પણ લગભગ નક્કી જ હતું. પરંતુ સવાલ એ હતો કે કુલદીપ યાદવને આ મેચમાં તક મળશે કે નહીં. છેલ્લી મેચની વાત કરીએ તો ભારતીય ટીમ બે સ્પિનરો સાથે રમી રહી છે, પરંતુ આ પછી પણ કુલદીપ યાદવ ટીમનો ભાગ બની શક્યો નથી.
કુલદીપ યાદવને કેમ ન મળી તક
કુલદીપ યાદવે 2017 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લગભગ આઠ વર્ષ થઈ ગયા છે, પરંતુ કુલદીપ યાદવ ફક્ત 13 મેચ રમી શક્યો છે. તેને 56 વિકેટ લીધી છે. આનું કારણ એ છે કે કુલદીપ યાદવને સતત તકો મળી રહી નથી. તે શરુઆત પહેલો સ્પિનર હતો, પરંતુ બીજા સ્પિનર તરીકે પણ તેને તક મળી રહી નથી.