BCCIએ ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. વાઈસ-કેપ્ટન શ્રેયસ ઐયર પણ ટીમમાં પરત ફર્યો છે. ઈજાને કારણે તે સાઉથ આફ્રિકા સિરીઝમાંથી બહાર રહ્યો હતો.


સાઉથ આફ્રિકા ODI સિરીઝમાં રમનારા મોટાભાગના ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. હાર્દિક પંડ્યાને આ સિરીઝ માટે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. BCCIએ આનું કારણ પણ સમજાવ્યું છે.

BCCIએ આપ્યું મોટું કારણ

બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સના અધિકારીઓએ હાર્દિક પંડ્યાને મેચમાં 10 ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપી નથી. વધુમાં ICC T20 વર્લ્ડકપ 2026 ને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું મેનેજ કરવામાં આવી રહ્યું છે. આ કારણોસર, તેને ODI ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. BCCI T20 વર્લ્ડકપ પહેલા તે સંપૂર્ણપણે ફિટ થાય તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામે કર્યું શાનદાર પ્રદર્શન

હાર્દિક પંડ્યાએ સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું અને એકલા હાથે ટીમની સિરીઝ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેને સિરીઝમાં 2 અડધી સદી ફટકારી અને 3 વિકેટ પણ લીધી. તેની શક્તિશાળી બેટિંગ સિવાય તે એક શાનદાર બોલર પણ છે. તેની પાસે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા છે.


હાર્દિક પંડ્યાએ છેલ્લી ODI મેચ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં રમી હતી

હાર્દિક પંડ્યાએ ભારતીય ટીમ માટે છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ODI રમી હતી. ત્યારથી તે ODI ટીમની બહાર છે. તેને 2016માં ભારતીય ટીમ માટે ODI ડેબ્યૂ કર્યું હતું અને ત્યારથી તે ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. તેને 94 ODI મેચોમાં કુલ 1904 રન બનાવ્યા છે, જેમાં 11 અડધી સદી ફટકારી છે. તેને 91 વિકેટ પણ લીધી છે.

ન્યુઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયા

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન)*, વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત (વિકેટકીપર), નિતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ.

આ પણ વાંચો: 1 ઓવરમાં 34 રન... હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપ પહેલા મચાવી ધૂમ, ફટકારી તોફાની સદી


  • Follow us on: