વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં 20 જુલાઈના રોજ ઈન્ડિયા ચેમ્પિયન્સ અને પાકિસ્તાન ચેમ્પિયન્સ વચ્ચે મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સિવાય વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની ટીમો ભાગ લઈ રહી છે.
આ ટુર્નામેન્ટની બીજી સીઝન છે. ભારત-પાકિસ્તાન મેચ પહેલા કેટલાક ભારતીય ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
આ ખેલાડીઓએ કર્યો વિરોધ
મીડિયા રિપોર્ટ્સ મુજબ અનુભવી ખેલાડી હરભજન સિંહે પાકિસ્તાન સામેની મેચમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હરભજન સિંહ ગત સિઝનમાં પણ ઈન્ડિયા ચેમ્પિયન્સનો ભાગ હતો. પરંતુ આ વખતે અનુભવી ખેલાડીએ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી છે. તમને જણાવી દઈએ કે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો , જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો.
ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને અને પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરીને બદલો લીધો હતો . આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો. પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન પહેલીવાર એકબીજા સામે રમવાના છે. પરંતુ મેચ પહેલા હરભજન સિવાય ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે પણ પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી છે.
ફેન્સ કરી રહ્યા છે વિરોધ
સોશિયલ મીડિયા પર ભારતીય ખેલાડીઓને પણ સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂર પછી ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે મેચ રમવા જઈ રહ્યા છે, જે ભારતીય ફેન્સને પસંદ નથી. શાહિદ આફ્રિદી પણ પાકિસ્તાન ટીમનો એક ભાગ છે, જેને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. ફેન્સનું માનવું છે કે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે મેચ ન રમવી જોઈએ.
WCL 2025 માટે ભારતની ચેમ્પિયન ટીમ
યુવરાજ સિંહ, શિખર ધવન , હરભજન સિંહ, સુરેશ રૈના , ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, રોબિન ઉથપ્પા , અંબાતી રાયડુ , પીયૂષ ચાવલા , સ્ટુઅર્ટ બિન્ની , વરુણ એરોન , વિનય કુમાર, અભિમન્યુ મિથુન , સિદ્ધાર્થ કૌલ, ગુરકીરત માન.
પાકિસ્તાન ચેમ્પિયન ટીમ
મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, સરફરાઝ અહેમદ, શરજીલ ખાન, વહાબ રિયાઝ, આસિફ અલી, શાહિદ આફ્રિદી, કામરાન અકમલ, આમેર યામીન, સોહેલ ખાન, સોહેલ તનવીર.