વેસ્ટ ઈન્ડીઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી. ભલે તેને બેટિંગ કરવાની તક ન મળી, પરંતુ તેને શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું અને એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો. રવિન્દ્ર જાડેજાએ હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો અને અનિલ કુંબલે અને આર. અશ્વિનના ક્લબમાં જોડાયો. આ મેચની બીજી ઈનિંગમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બોલિંગ કરી.


રવિન્દ્ર જાડેજાએ હરભજન સિંહનો તોડ્યો રેકોર્ડ

રવિન્દ્ર જાડેજા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘરઆંગણે ભારતનો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેને હરભજન સિંહને પાછળ છોડી દીધો છે, જેને 376 વિકેટ લીધી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજા હવે 377 વિકેટ સાથે ત્રીજા સૌથી વધુ વિકેટ લેનાર બોલરનો રેકોર્ડ ધરાવે છે.

આ લિસ્ટમાં અનિલ કુંબલે 476 વિકેટ સાથે ટોપ પર છે. આર. અશ્વિન 475 વિકેટ સાથે બીજા નંબરે છે. રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલને આઉટ કરીને આ સિદ્ધિ મેળવી હતી, જેને મેચમાં 115 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ખતરનાક કેમ્પબેલને આઉટ કર્યો.

રવિન્દ્ર જાડેજાનું શાનદાર પ્રદર્શન

રવિન્દ્ર જાડેજાએ પહેલી ઈનિંગમાં 19 ઓવર ફેંકી હતી અને 3 બેટ્સમેનોને આઉટ કર્યા. તેને બીજી ઈનિંગમાં અત્યાર સુધીમાં ફક્ત 1 જ વિકેટ લીધી છે. આમ રવિન્દ્ર જાડેજાએ બંને ઈનિંગમાં કુલ 4 વિકેટ લીધી છે.

ટીમ ઈન્ડિયાનો બીજી ટેસ્ટમાં દબદબો

પહેલા બેટિંગ કરતા ભારતે 134.2 ઓવરમાં 518/5 પર પોતાની ઈનિંગ ડિક્લેર કરી. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ 81.5 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ફોલોઓન માટે મજબૂર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝે ચોથા દિવસે બીજા ઈનિંગમાં 390 રન બનાવ્યા. જસ્ટિન ગ્રીવ્સ અને જેડન સીલ્સે 132 બોલમાં છેલ્લી વિકેટ માટે 79 રનની પાર્ટનરશીપ કરી.

ઘરઆંગણે ભારત માટે સૌથી વધુ વિકેટો

નંબરખેલાડીનું નામઘરઆંગણે વિકેટ
1અનિલ કુંબલે476
2રવિચંદ્રન અશ્વિન475
3રવિન્દ્ર જાડેજા*377
4હરભજન સિંહ376


  • Follow us on: