ગુજરાત ટાઈટન્સે IPL 2026 માટે મીની ઓક્શન પહેલા રિટેન્ડ અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. GTએ ટીમમાંથી ઘણા ખેલાડીઓને દૂર કર્યા નથી. શુભમન ગિલના નેતૃત્વ હેઠળના GTથી ત્રણ વિદેશી સહિત માત્ર 5 ખેલાડીઓ અલગ થયા છે.


શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર દાસુન શનાકાને GTમાંથી રિલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતે કુલ 19 ખેલાડીઓને રિટેન્ડ કર્યા છે, જેમાં ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલરનો સમાવેશ થાય છે.

ગુજરાત ટાઈટન્સે વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી શેરફેન રધરફર્ડને ટ્રેડ કર્યો હતો, જે મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો છે. શુભમન બ્રિગેડે ગયા સિઝનમાં સારું પ્રદર્શન કર્યું હતું. એક વખત ટાઈટલ જીતી ચૂકેલી ગુજરાત ટાઈટન્સ IPL 2025માં એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગઈ હતી.

ગુજરાત ટાઈટન્સે રિટેન કરેલા ખેલાડીઓનું લિસ્ટ

શુભમન ગિલ (કેપ્ટન), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, અરશદ ખાન, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા, ગુરનુર સિંહ બ્રાર, રાશિદ ખાન, માનવ સુથાર, સાઈ કિશોર, જયંત યાદવ, સાઈ સુદર્શન, કુમાર કુશાગ્ર, અનુજ રાવત, જોસ બટલર.

ગુજરાત ટાઈટન્સે આ ખેલાડીઓને કર્યા રિલીઝ

દાસુન શનાકા, મહિપાલ લોમરોર, કરીમ જનાત, ગેરાલ્ડ કોએત્ઝી, કુલવંત ખેજરોલિયા.

ગુજરાત ટાઈટન્સનો ટ્રેડેડ ખેલાડી: શેરફેન રધરફર્ડ

ગુજરાત ટાઈટન્સ IPL 2026 ઓક્શન પર્સ: 12.90 કરોડ રૂપિયા


  • Follow us on: