પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સે કુલ 12 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે 2 ખેલાડીઓને રિડીમ કર્યા છે અને 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં હજુ પણ કુલ 16 ખેલાડીઓ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 43.4 કરોડ રૂપિયાનું પર્સ બાકી છે. પરિણામે તેઓ મીની-ઓક્શનમાં ઘણા અગ્રણી ખેલાડીઓને સામેલ કરી શકે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે કેટલાક મોટા નિર્ણયો લીધા
મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે રચિન રવિન્દ્ર અને ડેવોન કોનવે જેવા સ્ટાર ખેલાડીઓને બહારના દરવાજા બતાવી દીધા છે. ફ્રેન્ચાઈઝીએ યુવા ખેલાડી મથિશા પથિરાનાને પણ રિલીઝ કર્યો છે, જેને ફ્રેન્ચાઈઝે ગયા સિઝનમાં રિટેન કર્યો હતો. તેથી આટલા ઝડપથી લેવાયેલા નિર્ણયથી ફેન્સ આશ્ચર્યચકિત થયા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ ઘણા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. રવિન્દ્ર જાડેજા અને સેમ કરનને રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ કરવામાં આવ્યા છે. પરંતુ સંજુ સેમસનનો પણ ટ્રેડ દ્વારા ટીમમાં એન્ટ્રી થઈ છે.
CSKએ રિટેન કરાયેલા ખેલાડીઓ
ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, ડેવાલ્ડ બ્રેવિસ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ઉર્વીલ પટેલ (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, જેમી ઓવરટન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી.
CSKએ રિલીઝ કરેલા ખેલાડીઓ
રવિન્દ્ર જાડેજા (ટ્રેડ આઉટ), સેમ કરન (ટ્રેડ આઉટ), રાહુલ ત્રિપાઠી, વંશ બેદી, આન્દ્રે સિદ્ધાર્થ, રચિન રવિન્દ્ર, વિજય શંકર, દીપક હુડા, શેખ રશીદ, કમલેશ નાગરકોટી, મથીશા પથિરાના.
IPL 2026 પર્સ – ₹43.4 કરોડ