IPL 2026નું ઓક્શન ડિસેમ્બરના મધ્યમાં યોજાવાની છે. આ પહેલા ચર્ચાઓ સામે આવી હતી કે રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાશે. અભિષેક નાયર KKRના મુખ્ય કોચ બનવાના સમાચાર બાદ ફેન્સ અનુમાન લગાવી રહ્યા હતા કે તેમના નજીકના મિત્ર રોહિત શર્મા MI છોડીને તેમની ટીમમાં જોડાઈ શકે છે.
પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2026 માટે રોહિત શર્માને રિટેન કરવાની વર્ચ્યુઅલ જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે ભવિષ્યમાં નીતા અંબાણીની ટીમ માટે રમશે.
મુંબઈ ઈન્ડિયન્સે રિટેન્શનની જાહેરાત કરી
છેલ્લા કેટલાક દિવસોથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રોહિત શર્મા વર્ષો પછી મુંબઈ ઈન્ડિયન્સ છોડી શકે છે અને KKR સાથે ટ્રેડ થઈ શકે છે. રોહિત કે મુંબઈ ઈન્ડિયન્સમાંથી કોઈએ પણ અત્યાર સુધી આને લઈને કોઈ કોમેન્ટ કરી નથી. MIએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પુષ્ટિ આપી છે કે રોહિત શર્મા તેમની સાથે રહેશે અને કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાવાની તેની કોઈ યોજના નથી.
હિટમેન ફરી એકવાર IPL 2026 માં મુંબઈની જર્સીમાં જોવા મળશે. મુંબઈ ઈન્ડિયન્સે તેમની પોસ્ટમાં "નાઈટ" શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેમાં જાહેરાત કરવામાં આવી હતી કે રોહિતને 2026 ના ઓક્શન પહેલા રિટેન કરવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સે પોસ્ટમાં લખ્યું હતું કે "કાલે સૂર્ય ફરી ઉગશે, તે પુષ્ટિ થયેલ છે, પરંતુ નાઈટ... ફક્ત મુશ્કેલ જ નહીં, અશક્ય પણ છે!"
અભિષેક નાયર KKRના હેડ કોચ તરીકે નિયુક્ત
રોહિત શર્માના નજીકના મિત્ર અભિષેક નાયર ઘણા વર્ષોથી KKR સાથે જોડાયેલા છે. તેમને અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે સહાયક કોચ તરીકે સેવા આપી હતી. અભિષેક નાયરને ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. KKRની આ ઓફિશિયલ પોસ્ટ પછી મુંબઈ ઈન્ડિયન્સના સોશિયલ મીડિયાએ પુષ્ટિ આપી કે રોહિત શર્મા MI માટે રમશે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા KKR માં જોડાશે તેવી ચર્ચાઓનો અંત લાવ્યો.