ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 સીઝન માટે બધી ફ્રેન્ચાઈઝીઓએ હજુ સુધી તેમના રિટેન કરેલા અને રિલીઝ કરેલા ખેલાડીઓની જાહેરાત કરી નથી, ત્યારબાદ મીની ખેલાડીઓની ઓક્શન યોજાશે.


આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ ફ્રેન્ચાઈઝીએ એક મોટી જાહેરાત કરી, જેમાં આગામી સીઝન માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી અને દિગ્ગજ ઓલરાઉન્ડર શેન વોટસનને તેમની ટીમના નવા સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

શેન વોટસનને IPLમાં કોચિંગનો છે અનુભવ

શેન વોટ્સનને વિશ્વ ક્રિકેટના બેસ્ટ ઓલરાઉન્ડરોમાંથી એક ગણવામાં આવે છે, જે ઓસ્ટ્રેલિયન વર્લ્ડકપ વિજેતા ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે. વોટસન 59 ટેસ્ટ મેચ, 190 ODI અને 58 T20I મેચ રમી ચૂક્યો છે. શેન વોટસનને IPLમાં પણ ખાસ અનુભવ છે, તે રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમી ચૂક્યો છે.


શેન વોટસન IPLની પહેલી સીઝનથી 12 સીઝન સુધી રમ્યો છે. આ દરમિયાન તેમને 145 મેચ રમી છે, જેમાં 30.99 ની એવરેજથી 3,874 રન બનાવ્યા છે. વોટસને IPLમાં 92 વિકેટ પણ લીધી છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી શેન વોટસને દિલ્હી કેપિટલ્સના કોચિંગ સેટઅપનો ભાગ રહીને તેમના કોચિંગ કરિયર શરૂ કરી હતી.

ડ્વેન બ્રાવો મેન્ટરના રોલમાં મળશે જોવા

કોલકાતા નાઈટ રાઈડર્સ IPL 2026 સીઝન પહેલા તેમના કોચિંગ સેટઅપમાં ફેરફારો કરી રહી છે, જેમાં અભિષેક નાયરને તેમના નવા હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને પછી શેન વોટસનને સહાયક કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. KKRએ પુષ્ટિ કરી છે કે ડ્વેન બ્રાવો આગામી સીઝન માટે ફ્રેન્ચાઈઝના મેન્ટર તરીકે રહેશે. આગામી મીની-ઓક્શન પહેલા બધાની નજર હવે KKR ટીમની જાળવી રાખેલી અને રિલીઝ કરાયેલા ખેલાડીઓના લિસ્ટ પર છે, જેમાં કેટલાક મોટા નામોની રિલીઝ થવાની અપેક્ષા છે.


  • Follow us on: