સનરાઈઝર્સ હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ IPL 2026ની 31મી મેચમાં ધમાકેદાર સદી ફટકારી, અનેક રેકોર્ડ તોડી નાખ્યા. હૈદરાબાદમાં દિલ્હી કેપિટલ્સના બોલરો પર પ્રહાર કરતા અભિષેકે 47 બોલમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકારીને તેની બીજી IPL સદી ફટકારી. આ સાથે તે 50 બોલની અંદર સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોના એલિટ ક્લબમાં જોડાનારો પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો.


50 બોલની અંદર સૌથી વધુ IPL સદીઓ

3 - ક્રિસ ગેઈલ

2 - અભિષેક શર્મા

2 - હેનરિક ક્લાસેન

2 - એબી ડી વિલિયર્સ

અભિષેકે 68 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકારીને અણનમ 135 રન બનાવ્યા. આ રીતે SRHના યુવા સ્ટાર ઓપનરે ક્રિસ ગેઈલનો પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડી નાખ્યો. હકીકતમાં અભિષેક શર્મા IPLમાં સૌથી વધુ 135+ સ્કોર ધરાવતો બેટ્સમેન બન્યો છે. તેને ચોથી વખત આ સિદ્ધિ મેળવીને ક્રિસ ગેઈલને પાછળ છોડી દીધો. આ પહેલા અભિષેક અને ક્રિસ ગેઈલનો રેકોર્ડ બરાબર હતો.

IPLમાં સૌથી વધુ 135+ સ્કોર કરનારા બેટ્સમેન

4 - અભિષેક શર્મા

3 - ક્રિસ ગેઈલ

અભિષેક શર્માએ 135 રનની પોતાની સદીની ઈનિંગમાં 10 શાનદાર છગ્ગા ફટકાર્યા અને મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી. દિલ્હી સામેની મેચ પહેલા અભિષેકના નામે T20 ક્રિકેટમાં 341 છગ્ગા હતા. 10 છગ્ગા ફટકારીને આ સ્ટાર બેટ્સમેને T20 ક્રિકેટમાં 350 થી વધુ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી, પરંતુ T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા ભારતીય બેટ્સમેનોના લિસ્ટમાં મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દીધો. હવે અભિષેક T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ટોચના ૫ ભારતીય બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. તમને જાણાવી દઈએ કે અભિષેક શર્મા IPLની એક ઈનિંગમાં 2 વાર 10 કે તેથી વધુ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ભારતીયો

રોહિત શર્મા – 555

વિરાટ કોહલી - 443

સૂર્યકુમાર યાદવ – 423

સંજુ સેમસન – 405

અભિષેક શર્મા - 351

એમએસ ધોની - 350

અભિષેક શર્માએ દિલ્હી સામે ધમાકેદાર સદી ફટકારીને ઓરેન્જ કેપ પર કબજો કર્યો. તેને આ સિઝનમાં અત્યાર સુધીમાં 7 ઈનિંગમાં 323 રન બનાવ્યા છે, જેની એવરેજ 50 થી વધુ છે અને તેનો સ્ટ્રાઈક રેટ 200 થી વધુ છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: