IPL 2026ની 31મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો સામનો દિલ્હી કેપિટલ્સ સાથે થયો હતો. અભિષેક શર્માએ આ મેચમાં શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, તેને માત્ર 47 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ ઈનિંગ સાથે અભિષેક શર્માએ T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે રોહિત શર્માને પાછળ છોડી દીધો છે.
T20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારવાના મામલે તેને વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે. આ અભિષેકના T20 કરિયરમાં 9મી સદી છે. વિરાટ કોહલીએ T20માં પણ 9 સદી ફટકારી છે.
અભિષેક શર્માએ રોહિત શર્માને પાછળ છોડ્યો
રોહિત શર્માએ ભારત માટે T20 ક્રિકેટમાં 8 સદી ફટકારી છે. પરંતુ અભિષેક શર્માએ આ મેચમાં સદી ફટકારીને તેને પાછળ છોડી દીધો. જો તેમનું ફોર્મ ચાલુ રહે તો, તે આ IPL સિઝનમાં વધુ 1 સદી ફટકારીને T20 ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની શકે છે. અભિષેકે પોતાની સદી દરમિયાન 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. અભિષેક શર્માએ આ ઈનિંગની શરૂઆત ધીમી કરી હતી, પરંતુ એકવાર તે ક્રીઝ પર સ્થિર થયા પછી, તેને રનથી ધૂમ મચાવી.
અભિષેક શર્માએ IPLમાં બીજી વખત આ ખાસ સિદ્ધિ હાંસલ કરી
અભિષેક શર્મા આ મેચમાં 10+ છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો. T20 ક્રિકેટમાં આ પાંચમી વખત છે જ્યારે અભિષેક શર્માએ એક ઈનિંગમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેઈલનું નામ આ લિસ્ટમાં ટોપ પર છે. ગેઈલે 18 T20 ઈનિંગમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ બીજી વખત છે જ્યારે અભિષેકે આઈપીએલ ઈનિંગમાં 10 છગ્ગા ફટકાર્યા છે. ગેઈલ પછી તે એકથી વધુ વખત આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો બેટ્સમેન છે. ગેઈલે IPLમાં 4 ઈનિંગમાં 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે.
સૌથી ધીમી અડધી સદી
અભિષેકે 25 બોલમાં પોતાનો અડધી સદી પૂરી કરી. ભલે તે ઝડપી અડધી સદી લાગે પણ હૈદરાબાદમાં તે તેની સૌથી ધીમી અડધી સદી હતી. હૈદરાબાદ આ સિઝનની પોતાની સાતમી લીગ મેચ દિલ્હી સામે રમી રહ્યું છે. અગાઉની 6 મેચમાંથી હૈદરાબાદ 3 માં જીત્યું છે અને બાકીની 3 માં હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો