ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનના શેડ્યૂલમાં ફેરફારની જાહેરાત કરી છે, જેમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ જે 26 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી હતી, તે હવે 21 મેએ ખસેડવામાં આવી છે.

BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ ફેરફાર માટે અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં 26 એપ્રિલ 2026 ના રોજ યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓને જવાબદાર ગણાવી હતી.

બંને ટીમો વચ્ચેની મેચ 26 એપ્રિલે ચેન્નાઈમાં રમાશે

બીસીસીઆઈ દ્વારા અગાઉ જાહેર કરાયેલા આઈપીએલ 2026ના સત્તાવાર શેડ્યૂલ મુજબ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ 26 એપ્રિલે અમદાવાદ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યે IST રમવાની હતી. હવે બંને ટીમો વચ્ચેની મેચ 26 એપ્રિલે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

https://twitter.com/IPL/status/2043675089133339006

રિવર્સ ફિક્સ્ચર મુજબ બંને ટીમો વચ્ચેની આ સીઝનની બીજી મેચ હવે 21 મેના રોજ ગુજરાતના અમદાવાદ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે. BCCIએ અગાઉ IPL 2026 સિઝનના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારે તેમાં પ્રથમ 20 મેચનો સમાવેશ થતો હતો. ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની ચૂંટણી તારીખોની જાહેરાત બાદ BCCIએ સિઝનની બાકીની મેચોનું શેડ્યૂલ જાહેર કર્યું.

આ સિઝનમાં અત્યાર સુધી બંને ટીમોનું પ્રદર્શન આ રીતે રહ્યું

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે અત્યાર સુધી IPL 2026ની પોતાના અભિયાનમાં ખાસ પ્રદર્શન કર્યું નથી. ગુજરાત ટાઈટન્સે 4 મેચ રમી છે, જેમાં 2 જીતી છે અને 2 હારી છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સે 4 મેચ રમી છે, જેમાં પહેલી 3 હાર્યા પછી આખરે ચોથી મેચમાં જીત મેળવી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો