લખનૌ અને કોલકાતા વચ્ચેની IPL 2026ની મેચ દરમિયાન એક મોટો વિવાદ થયો છે, જેણે વાતાવરણને સંપૂર્ણપણે ગરમ કરી દીધું. કોલકાતા નાઈટ રાઈડર્સના યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને આઉટ કરવાના નિર્ણયથી ટીમ અને ફેન્સ બંનેને આશ્ચર્ય થયું.
લખનૌ સુપર જાયન્ટ્સ સામે IPL 2026ની 38મી મેચમાં રમતા અંગક્રિશ રઘુવંશી શાનદાર ફોર્મમાં હતા અને ક્રીઝ પર સ્થિર દેખાતા હતા. પરંતુ એક વિવાદાસ્પદ નિર્ણયથી તેમની ઈનિંગનો અંત આવ્યો. ફિલ્ડિંગમાં ઓબ્સ્ટ્રક્ટિંગ ઊભો કરવા બદલ તેમને આઉટ આપવામાં આવ્યા, જેનાથી KKR કેમ્પ સ્પષ્ટપણે નારાજ હતો.
અંગક્રિશ રઘુવંશી થયો ગુસ્સે
આઉટ આપવામાં આવ્યા બાદ અંગક્રિશ રઘુવંશી નિરાશ અને ગુસ્સે દેખાયા. તે આ નિર્ણય સાથે અસંમત હતો અને પેવેલિયન પરત ફરતી વખતે જમીન પર બેટ પછાડીને પોતાની નારાજગી વ્યક્ત કરી. આ નિર્ણયથી ખેલાડીઓ જ નહીં પરંતુ ટીમના સપોર્ટ સ્ટાફ પણ ચોંકી ગયા. આસિસ્ટન્ટ કોચ શેન વોટસન આ નિર્ણયથી આશ્ચર્યચકિત દેખાયા, જ્યારે મુખ્ય કોચ અભિષેક નાયર તરત જ ચોથા એમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યા.
આ રીતે થયો આઉટ
તે સમયે અંગક્રિશ રઘુવંશી 7 બોલમાં 9 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. તેને બોલને સોફ્ટ રીતે રમીને ઝડપી સિંગલ લેવાનો પ્રયાસ કર્યો અને તરત જ દોડવાનું શરૂ કર્યું. પરંતુ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલા કેમેરોન ગ્રીને રન લેવાની ના પાડી અને તેને પાછા મોકલી દીધો.
જ્યારે અંગક્રિશ રઘુવંશીએ ક્રીઝ પર પરત ફરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ઝડપથી ફરી ગયો અને શરૂઆતમાં જે દિશામાં દોડ્યો હતો તેનાથી બીજી દિશામાં દોડ્યો. પરંતુ ટીવી એમ્પાયરે જોયું કે અંગક્રિશ રઘુવંશી બોલ જોઈ રહ્યો હતો અને પાછો ફરતી વખતે તેને દિશા બદલી નાખી હતી. આ હિલચાલ તેના આઉટ થવાનું મુખ્ય કારણ હતી.
અંગક્રિશ રઘુવંશી તે જ દિશામાં દોડ્યો જ્યાં બોલ રમવામાં આવ્યો હતો અને જ્યાંથી થ્રો આવવાની અપેક્ષા હતી, તેથી ટીવી એમ્પાયરે વિચાર્યું કે તેની ક્રિયા ફિલ્ડરના રન આઉટ કરવાના પ્રયાસને અવરોધી શકે છે. તેને આખરે આઉટ જાહેર કરવામાં આવ્યો, જેનાથી રઘુવંશી અને કેકેઆર ટીમ બંને સ્તબ્ધ થઈ ગયા.
KKR કેમ્પમાં સ્પષ્ટ નારાજગી જોવા મળી
આ ઘટના બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ ડગઆઉટમાં નિરાશા અને ગુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો. આવા વિવાદાસ્પદ નિર્ણયથી મેચનો ઉત્સાહ વધ્યો, પણ એમ્પાયરિંગ પર પણ સવાલો ઉભા થયા. અંગક્રિશ રઘુવંશીની વિવાદાસ્પદ આઉટ મેચની સૌથી ચર્ચિત ક્ષણ બની ગઈ.
IPLમાં મેદાનમાં અવરોધ ઊભો કરવા બદલ આઉટ થયેલા ખેલાડીઓ
યુસુફ પઠાણ Vs PWI, રાંચી 2013
અમિત મિશ્રા Vs SRH, વિઝાગ 2019
રવિન્દ્ર જાડેજા Vs RR, ચેન્નાઈ 2024
અંગક્રિશ રઘુવંશી Vs LSG, લખનૌ 2026
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો