IPL 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહેલા ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ આ સિઝનમાં બોલિંગ કરતાં તેની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં છે. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં અર્શદીપ તેની કથિત ગર્લફ્રેન્ડ સમરીન કૌરનો હાથ પકડીને બેઠેલો જોવા મળે છે. આ વીડિયોએ સ્પષ્ટપણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે અર્શદીપ અને સમરીન પોતાના સંબંધોને પ્રાઈવેટ રાખવા માગતા નથી. તેમને ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું નક્કી કર્યું છે.
પહેલીવાર એરપોર્ટ પર મળ્યા હતા જોવા
આ પહેલા અર્શદીપ સિંહ અને સમરીન કૌર એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે એવી અટકળો શરૂ થઈ હતી કે તેઓ ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ બંને પક્ષે હજુ સુધી તેમના સંબંધોને લઈને કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.
પંજાબે રેકોર્ડ રન ચેઝ પૂર્ણ કર્યો
ગયા શનિવારે 24 એપ્રિલના રોજ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા પંજાબે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, માત્ર 18.5 ઓવરમાં જીત મેળવી, આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સફળ રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો.
કોણ છે સમરીન કૌર?
સમરીન કૌરનો જન્મ 7 સપ્ટેમ્બર, 1999ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયો હતો. તેણીએ પુણેની સિમ્બાયોસિસ કોલેજ ઓફ આર્ટ્સમાંથી સ્નાતક થયા.
સમરીન વ્યવસાયે એક એક્ટ્રેસ છે. તે 2021 માં આવેલી ફિલ્મ "નેઈલ પોલિશ" માં જોવા મળી હતી. તેણે સ્પોર્ટ્સ ડ્રામા "83" માં પણ અભિનય કર્યો હતો. સમરીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેના ઈન્સ્ટાગ્રામ પર આશરે 4.5 મિલિયન ફોલોઅર્સ છે. આ લાખો ફોલોઅર્સમાંથી અર્શદીપ સિંહ પણ એક છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો