IPL 2026ની સીઝન ફિટનેસની દ્રષ્ટિએ ખેલાડીઓ માટે સારી સાબિત થઈ રહી નથી. દરરોજ ઈજાઓના સમાચાર સામે આવતા રહે છે. ઘણા ખેલાડીઓ સીઝન શરૂ થાય તે પહેલાં જ બહાર થઈ ગયા હતા, જ્યારે કેટલાક સીઝનની મધ્યમાં બહાર થઈ ગયા હતા.


કેટલાકે હજુ સુધી એક પણ મેચ રમી નથી. આ બધા વચ્ચે એવા કિસ્સાઓ બન્યા છે કે ખેલાડીઓ મેચની મધ્યમાં ઈજાઓનો ભોગ બન્યા, જેના કારણે તેમને મેચ અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ સાથે આવું જ બન્યું હતું.

અક્ષર પટેલ આ કારણોસર થયો રિટાયર્ડ હર્ટ

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ઈજાને કારણે અચાનક મેદાન છોડવાની ફરજ પડી હતી . બેંગલુરુ દ્વારા નિર્ધારિત 176 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે અક્ષર પટેલ પોતાની ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. તેને જોરદાર બેટિંગ કરી અને ટીમને મેચમાં જાળવી રાખી, પરંતુ પછી 16મી ઓવરમાં અચાનક રિટાયર્ડ હર્ટ થયો.

બેટિંગ કરતી વખતે અક્ષરને અચાનક ખેંચાણનો અનુભવ થયો, જેના કારણે મેચ થોડા સમય માટે રોકાઈ ગઈ. દિલ્હીની મેડિકલ ટીમે તેની તપાસ કરી, અને તેને ફરી બેટિંગ શરૂ કરી. પરંતુ તે લાંબો સમય ટકી શક્યો નહીં.

16મી ઓવરના પાંચમા બોલ પર એક સિંગલ લીધા પછી તેને ફરીથી અસ્વસ્થતા અનુભવાવા લાગી, અને આ વખતે દુખાવો અસહ્ય બની ગયો. તેને નિવૃત્તિ લઈને પાછા ફરવું પડ્યું. ત્યાં સુધીમાં, તેને 19 બોલમાં 26 રન બનાવી લીધા હતા.

રિટાયર્ડ હર્ટ થનારો ત્રીજો ખેલાડી

આ સિઝનમાં આ ત્રીજી વખત હતું જ્યારે કોઈ બેટ્સમેનને ઈજાને કારણે પોતાની ઈનિંગ અધવચ્ચે છોડી દેવી પડી હતી. યોગાનુયોગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચ દરમિયાન ત્રણેય ખેલાડીઓને આ ઈજા થઈ હતી. પહેલા મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ઈનિંગની વચ્ચે નિવૃત્તિ લીધી અને પાછો ફર્યો નહીં. ત્યારબાદ તે આગામી મેચ ગુમાવી દીધી, અને હાલમાં તેની વાપસી શંકામાં છે.

આ દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને પણ બેંગલુરુ સામે બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી. પરંતુ રિષભ પંત થોડા સમય પછી બેટિંગમાં પરત ફર્યો. અક્ષરની વાત કરીએ તો તેને બેટિંગમાં પરત ફરવાની જરૂર ન હતી કારણ કે તેની પાછળ આવનાર બેટ્સમેન મેચ પહેલાથી જ પૂરી કરી ચૂક્યો હતો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: