ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 42મી લીગ મેચ ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સે આ મેચ 4 વિકેટથી જીતી હતી.


રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમતા ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ મેચમાં પણ બોલ સાથે પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતું, તેને 4 ઓવરમાં 28 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ સાથે ભુવનેશ્વર કુમારે T20 ક્રિકેટમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી જે પહેલા કોઈ ભારતીય ફાસ્ટ બોલર હાંસલ કરી શક્યો ન હતો.

ભુવનેશ્વર કુમારે T20માં 350 વિકેટ પૂર્ણ કરી

ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે પાવરપ્લેમાં 2 વિકેટ લીધી, જેનાથી તેની T20 વિકેટની સંખ્યા 350થી વધુ થઈ ગઈ. આ સાથે ભુવનેશ્વર કુમાર T20 ક્રિકેટમાં 350 કે તેથી વધુ વિકેટ લેનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો. ભુવનેશ્વર કુમારે તેની T20 કરિયરમાં કુલ 325 મેચ રમી છે, 324 ઈનિંગમાં બોલિંગ કરી છે, જેમાં 24.51ની એવરેજથી 352 વિકેટ લીધી છે.

ભુવનેશ્વર કુમારની T20માં ઈકોનોમી રેટ 7.35 છે. IPL 2026 માં ભુવનેશ્વર કુમારના પ્રદર્શનથી તેને પર્પલ કેપ પરત મળી છે, તેને 9 મેચમાં 15.52ની એવરેજથી 17 વિકેટ લીધી છે.

યુઝવેન્દ્ર ચહલના નામે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ

T20 ક્રિકેટમાં ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ હાલમાં લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલના નામે છે, જેને 391 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમાર 352 વિકેટ સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. લિસ્ટમાં ત્રીજા ક્રમે સ્ટાર ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ છે, જેમનું ફોર્મ IPL 2026માં ખાસ પ્રભાવશાળી રહ્યું નથી. બુમરાહએ અત્યાર સુધી T20 ક્રિકેટમાં 347 વિકેટ લીધી છે. લિસ્ટમાં ચોથા નંબરે ભૂતપૂર્વ ભારતીય લેગ-સ્પિનર ​​પીયૂષ ચાવલા છે, જેને T20 ક્રિકેટમાં 327 વિકેટ લીધી છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: