જ્યારે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવાનો નિર્ણય લીધો, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સૌથી વધુ નારાજ થયું. વાસ્તવમાં બ્લેસિંગ મુઝરબાનીને PSL 2026 માટે ઈસ્લામાબાદ યુનાઈટેડ દ્વારા કરારબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને પાકિસ્તાન સુપર લીગમાં ન રમવાનો નિર્ણય કર્યો અને IPL તરફ વળ્યો.
આ કારણે PCBએ બ્લેસિંગ મુઝરબાની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને તેને PSLમાંથી 2 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો. હવે આને લઈને બ્લેસિંગ મુઝારાબાનીના એજન્ટ WSX ક્રિકેટે PCBના પ્રતિબંધના નિર્ણય પર સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને PSL બંનેના ઈજ્જતના કાંકરા કર્યા છે.
જો કોન્ટ્રાક્ટ પ્રાપ્ત ન થાય, તો તેને તોડી શકાતો નથી
બ્લેસિંગ મુઝરબાનીના એજન્ટ WSX ક્રિકેટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના બે વર્ષ માટે પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું. તેને જણાવ્યું હતું કે 13 ફેબ્રુઆરીના રોજ ઈસ્લામાબાદ યુનાઈટેડે PSL 2026માં રમવા માટે બ્લેસિંગ મુઝરબાનીનો સંપર્ક કર્યો હતો. ઝિમ્બાબ્વે ક્રિકેટ તરફથી NOCની શરત પર આ ડીલ પર અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. "અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે PSL તરફથી કોન્ટ્રાક્ટ વિના NOC મેળવી શકાતો નથી."
https://twitter.com/WSXcricket/status/2045695653297234192
ઈસ્લામાબાદ યુનાઈટેડ અને PSL એ સોશિયલ મીડિયા દ્વારા બ્લેસિંગ મુઝરબાનીના હસ્તાક્ષરની જાહેરાત કરી. "અમને 27 ફેબ્રુઆરી સુધી PSL અથવા ઈસ્લામાબાદ તરફથી કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સે અમારો સંપર્ક કર્યો અને ઝડપથી બધું ગોઠવ્યું. અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે બ્લેસિંગ મુઝરબાની PSL ઓક્શનમાં ભાગ ન હતા અને ન તો તેમને PSL દ્વારા કોઈ કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો હતો. જો અમને કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હોય, તો અમે તેને કેવી રીતે રદ્દ કરી શકીએ?"
બ્લેસિંગ મુઝરબાનીને સોશિયલ મીડિયા પર દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો
WSX ક્રિકેટે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે બ્લેસિંગ મુઝરબાનીએ IPLમાં KKR તરફથી રમવાનું નક્કી કર્યું ત્યારથી સોશિયલ મીડિયા પર તેમને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. "આ લોકો ફક્ત નફરત ફેલાવી રહ્યા છે. અમે થોડા સમય માટે શાંત રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે. અમે ફક્ત એટલું જ ઈચ્છીએ છીએ કે બ્લેસિંગ મુઝરબાની પરનો પ્રતિબંધ હટાવવામાં આવે અને પરિસ્થિતિ સામાન્ય થાય." નિવેદનમાં કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો