બુધવારે પંજાબ કિંગ્સ સામે ઈશાન કિશને 32 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, પંજાબના ફિલ્ડરોએ પણ આ ઇનિંગમાં ફાળો આપ્યો હતો, બે કેચ છોડ્યા હતા અને એક સ્ટમ્પિંગની તક ગુમાવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદ મેચ જીતી ગયું હતું, ત્યારબાદ ઈશાને એક કેપ્શન સાથે પોસ્ટ કરી હતી જેનાથી ચર્ચા શરૂ થઈ હતી. Catch me if you can...ના કેપ્શન સાથે ક્રિકેટર ઇશાન કિશને આ પોસ્ટ કરી. જે થોડા જ સમયમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ ગઈ. ઇશાનની આ પોસ્ટની તેની કથિત ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ પણ મજા લેતા કરી ટીપ્પણી.
ઈશાન કિશનને 3 વખત મળ્યું જીવતદાન
સનરાઇઝર્સની ઇનિંગ દરમિયાન આઠમી ઓવરમાં કૂપર કોનોલીએ બાઉન્ડ્રી લાઇન પર ઈશાનનો સરળ કેચ છોડ્યો હતો. ત્યારબાદ 11મી ઓવરમાં ફરી એકવાર લોકી ફર્ગ્યુસને યુઝવેન્દ્ર ચહલના બોલ પર કેચ મિસ કર્યો. એટલું જ નહીં, પ્રભસિમરન સિંહે પણ સ્ટમ્પિંગની એક સુવર્ણ તક ગુમાવી દીધી હતી. આ ત્રણ મોટી ભૂલો પંજાબ કિંગ્સને ભારે પડી હતી. નોંધનીય છે કે 6 મેના રોજ IPL 2026ની 49મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં ઇશાને શાનદાર પ્રદર્શન કર્યું, જેના કારણે SRHની જીતનો રસ્તો સરળ બન્યો.













