જર્મનીની મોડલ લિઝલાઝે વિરાટ કોહલીને લઈ મોટો ખુલાસો કર્યો છે.જેમાં તેમણે કહ્યું કે,વિરાટ કોહલી વિરુદ્ધ બોલી તેને બદનામ કરવાના પૈસા ઓફર કરવામાં આવ્યા હતા.લિઝલાઝે આ ખુલાસો ઈન્ટરવ્યુમાં કર્યો છે.લિઝલાઝે આવું ત્યારે કહેવામાં આવ્યું હતુ.જ્યારે આ વર્ષની શરુઆતમાં ઈન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીએ તેનો ફોટો લાઈક કર્યો હતો અને તે ચર્ચાનો વિષય બન્યો હતો.વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલો થનારો ક્રિકેટર છે.તેના 273 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે.ઈન્સ્ટાગ્રામ પર તેની દરેક અપટેડ પર ચાહકોની નજર હોય છે.
વિરાટને બદનામ કરવાની મળી હતી ઓફર
લિઝલાઝે ફિલ્મીમંત્રાને આફેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, ફોટો લાઈક કરવાની ઘટના બાદ તેને દેશના અનેક મીડિયા આઉટલેટે સંપર્ક કર્યો હતો.વિરાટ કોહલી વિરુદ્ધ બોલવાનું કહ્યું હતુ.મને તેની નેગેટિવ પબ્લિસીટિ કરવા માટે પૈસા ઓફર કરવામાં આવ્યા હતા.પરંતુ જર્મન મોડલે આ ઓફર ઠુકરાવી દીધી હતી.તેમણે કહ્યું કે,વિરાટ કોહલી તેનો ફેવરિટ ક્રિકેટર છે.તે ક્યારેય તેના વિરુદ્ધ બોલી શકશે નહી.લિઝલાલે એ પણ કહ્યું કે,જ્યારે વિરાટે તેની ઈન્ટસ્ટાગ્રામ રીલ લાઈક કરી હતી. ત્યારે તે ખુબ ઈમોશનલ થઈ હતી.આ સાથે ચોંકી ગઈ હતી.













