ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સની 103 રનથી કારમી હાર થઈ. આ ચેન્નાઈની સૌથી મોટી જીત છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં મુંબઈની સૌથી મોટી હાર છે. મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યું હતું, પરંતુ વાનખેડે ગ્રાઉન્ડ પર રમી રહેલા ચેન્નાઈએ મુંબઈને પોતાના જ મેદાનમાં કચડી નાખ્યું.


પહેલા બેટિંગ કરતા CSKએ 207 રન બનાવ્યા, જેમાં સંજુ સેમસનની સદીનો સમાવેશ થાય છે. જવાબમાં મુંબઈ સંપૂર્ણ 20 ઓવર પણ રમી શક્યું નહીં અને 104 રનમાં ઓલઆઉટ થઈ ગયું

MIની સૌથી મોટી હાર, CSKની સૌથી મોટી જીત

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 103 રનના માર્જિનથી આઈપીએલમાં સૌથી મોટી હારનો રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈની અગાઉની સૌથી મોટો આઈપીએલ હાર 87 રનથી હતી, જે તેને 2013માં રાજસ્થાન રોયલ્સ સામે ભોગવવી પડી હતી. ચેન્નાઈ સામે મુંબઈનો સૌથી મોટો હાર 48 રનથી હતી, પરંતુ CSKએ MIને 103 રનથી હરાવીને તે માર્જિનને વધુ સારો બનાવ્યો.

આ IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સની રનથી સૌથી મોટી જીત છે. આ પહેલા CSKની રનથી સૌથી મોટી જીત 97 રનની હતી, જે 2015માં પંજાબ કિંગ્સ સામે આવી હતી.

મુંબઈનો સૌથી મોટો પરાજય (રનથી)

103 રન - વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ

87 રન - વિરુદ્ધ રાજસ્થાન રોયલ્સ 

85 રન - વિરુદ્ધ સનરાઈઝર્સ હૈદરાબાદ 

CSKની સૌથી મોટી જીત (રન દ્વારા)

103 રન - વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ

97 રન - વિરુદ્ધ પંજાબ કિંગ્સ

93 રન - વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ

સંજુ સેમસનની ઐતિહાસિક સદી

ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં 2 મુખ્ય હીરોનો ફાળો હતો. સૌપ્રથમ સંજુ સેમસને તેની પાંચમી આઈપીએલ સદી ફટકારી. તેને ૫૪ બોલમાં 101 રન ફટકારીને ચેન્નાઈને 207 રનનો વિશાળ સ્કોર બનાવવામાં મદદ કરી. બોલિંગની વાત કરીએ તો ઈમ્પેક્ટ પ્લેયર અકીલ હુસૈને 4 વિકેટ લીધી, અને 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: