IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મેચ રમી હતી. તે મેચને લઈને CSK મેનેજમેન્ટે RCB સામે BCCIને ફરિયાદ કરી છે. CSKએ મેચ દરમિયાન સ્ટેડિયમમાં DJ દ્વારા વગાડવામાં આવતા ગીત 'ઢોસા, ઈડલી, સાંભાર, ચટણી-ચટણી' સામે વાંધો ઉઠાવ્યો છે. તેમને આ માટે BCCI ને ફરિયાદ કરી છે.


RCB Vs CSKની આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. CSKના મતે RCB ના DJ એ તેમની ઈનિંગ શરૂ કરતા પહેલા આ ગીત વગાડ્યું હતું. આ ગીત પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા છે. પરંતુ CSK મેચ દરમિયાન વગાડવામાં આવતા ગીતથી નારાજ છે કારણ કે તેમને લાગે છે કે આ ગીત વગાડવાનો યોગ્ય સમય ન હતો.

CSKના CEO કાસી વિશ્વનાથને મોટું નિવેદન આપ્યું

મીડિયા રિપોર્ટ મુજબ IPLના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ગવર્નિંગ કાઉન્સિલને આ ઘટના અંગે CSK તરફથી ફરિયાદ મળી છે. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીએ કહ્યું કે "અમને CSK તરફથી ફરિયાદ મળી છે અને અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ." મીડિયા રિપોર્ટ મુજબ CSKના મેનેજિંગ ડિરેક્ટર કાસી વિશ્વનાથને કહ્યું છે કે "સામાન્ય રીતે ડીજે ઘરઆંગણાની ટીમને સપોર્ટ આપવા માટે હાજર હોય છે. પરંતુ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પરિસ્થિતિ અલગ હતી. અમારા ખેલાડીઓ વિરુદ્ધ કેટલીક કોમેન્ટ કરવામાં આવી હતી. આને ધ્યાનમાં રાખીને અમે BCCIને પત્ર લખીને આ મામલાની તપાસ કરવા કહ્યું છે."

RCBએ CSKને 43 રને હરાવ્યું

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં CSK અને RCB વચ્ચે મેદાન પર તીવ્ર સ્પર્ધા જોવા મળી છે. તેમની રોમાંચક મેચમાં તેમને IPLમાં "ધ સધર્ન ડર્બી" ઉપનામ આપ્યું છે. હેડ-ટુ-હેડ રેકોર્ડમાં CSKનું પલડું ભારે હોય તેવું લાગે છે, પરંતુ તાજેતરના સીઝનમાં બેંગલુરુએ ચેન્નાઈ પર પ્રભુત્વ મેળવ્યું છે. 2026માં રમાયેલી મેચમાં RCB એ CSK ને 43 રનથી હરાવ્યું.

CSKએ છેલ્લી બે મેચ જીતીને વાપસી કરી

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન શરૂઆતથી સારું ન હતું. ટીમે પોતાની પહેલી 3 મેચ ગુમાવી દીધી હતી. ત્યારથી ચેન્નાઈએ સતત 2 મેચ જીતીને સારી સ્થિતિમાં પરત ફર્યા છે. આ સિઝનમાં ચેન્નાઈએ તેની બધી મેચો એમએસ ધોનીની ગેરહાજરીમાં રમી છે, અને હારનો સામનો કરવો પડ્યો છે. 2 જીત અને 4 પોઈન્ટ સાથે CSK હાલમાં પોઈન્ટ ટેબલમાં આઠમા નંબરે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: