IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત જોવા મળી રહ્યા નથી. એક તરફ ટીમ પહેલેથી જ ઈજાઓ સામે ઝઝૂમી રહી છે, તો બીજી તરફ યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેની ઈજાએ ટીમની ચિંતાઓમાં વધારો કર્યો છે.


આ દરમિયાન ફેન્સ માટે મોટો સવાલ એ છે કે મહેન્દ્ર સિંહ ધોની આખરે ક્યારે પાછો ફરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં શાનદાર ફોર્મમાં રહેલા 18 વર્ષના આયુષ મ્હાત્રેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી જેના કારણે તે આગામી કેટલીક મેચોમાંથી બહાર થઈ શકે છે. મળતી માહિતી મુજબ તેની ઈજાની ગંભીરતા જાણવા માટે 20 એપ્રિલે સ્કેન કરવામાં આવશે.

આયુષ મ્હાત્રેનું થશે સ્કેન

SRH સામે નંબર 3 પર બેટિંગ કરતા આયુષ મ્હાત્રેએ સારી શરૂઆત કરી હતી પરંતુ બીજો રન ઝડપી લેવાનો પ્રયાસ કરતી વખતે તેના લેફ્ટ હેમસ્ટ્રિંગમાં દુખાવો થયો હતો. તેને મેદાન પર 2 વાર સારવારની જરૂર હતી અને આઉટ થયા પછી સપોર્ટ સ્ટાફ દ્વારા તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.

CSK પોતાની આગામી મેચ 23 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. CSKને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે ફાસ્ટ બોલર ખલીલ અહેમદ ક્વાડ્રિસેપ્સ ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. ટીમ હવે તેના સ્થાને કોઈ ખેલાડી શોધી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આકાશ માધવાલે હૈદરાબાદમાં ટ્રાયલ આપ્યો છે, જ્યારે રાજવર્ધન હંગરગેકર પણ મુંબઈમાં ટ્રાયલ્સમાં ભાગ લેશે.

એનએસ ધોની ક્યારે પાછો ફરશે?

મીડિયા રિપોર્ટ મુજબ ટીમ હવે મુંબઈ પહોંચી ગઈ છે, અને મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે હાજર છે. પરંતુ તેની વાપસી અંગેની સ્થિતિ હજુ પણ સ્પષ્ટ નથી. એમએસ ધોનીએ અત્યાર સુધી IPL 2026માં એક પણ મેચ રમી નથી, કારણ કે તે હજુ પણ ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ધોનીની વાપસી અંગે માઈક હસીએ કહ્યું કે, સાચું કહું તો, તે અનિશ્ચિત છે. તે તેની રિકવરીમાં સારી પ્રગતિ કરી રહ્યો છે અને તેની બેટિંગથી ખુશ છે.

તેને વધુમાં સમજાવ્યું કે હવે ધ્યાન તેના દોડવા પર છે, જેમ કે જો તે ઈનિંગના છેલ્લા ભાગમાં બેટિંગ કરવાનો હોય, તો તેને ઝડપી સિંગલ્સ અને ડબલ્સ લેવાની જરૂર પડશે. તેને તેની દોડમાં આત્મવિશ્વાસ વધારવાની અને તેની ગતિ સુધારવાની જરૂર છે. તેને ખબર નથી કે તે ક્યારે રમશે, પરંતુ તેને આશા છે કે તે ટૂંક સમયમાં થશે, જેમ કે બધા ફેન્સ અપેક્ષા રાખે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: