IPL 2026ની 18મી મેચમાં આજે શનિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ આમને-સામને ટકરાશે. રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની CSK ટીમ માટે આ સીઝન અત્યાર સુધી દુઃસ્વપ્ન સમાન રહી છે. ટીમે તેની શરૂઆતની ત્રણેય મેચો ગુમાવી દીધી છે અને પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. ઘરઆંગણે રમાનારી આ મેચમાં ચેન્નાઈના ફેન્સને આશા છે કે ટીમમાં એમ.એસ. ધોનીનો જાદુ ચાલશે અને ટીમ જીતનો સ્વાદ ચાખશે.
બીજી તરફ, કેએલ રાહુલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની સ્થિતિ મિશ્ર રહી છે. દિલ્હીને તેની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 1 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. અક્ષર પટેલ અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ ફોર્મમાં છે, જે ચેન્નાઈ માટે પડકાર ઉભો કરી શકે છે.
