IPL 2026ની એક મોટી મેચ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા, ત્યારે બધાએ તેમના હાથ પર બ્લેક પટ્ટી જોઈ. ફેન્સ વિચારવા લાગ્યા કે તેનું કારણ શું છે. ખેલાડીઓએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સી.ડી. ગોપીનાથને શ્રદ્ધાંજલિ આપી હતી.


ગોપીનાથનું તાજેતરમાં 96 વર્ષની વયે અવસાન થતાં ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા રવિ શાસ્ત્રીએ પ્રેક્ષકોને આ સમાચાર વિશે માહિતી આપી હતી. KKRએ બાદમાં સત્તાવાર રીતે પુષ્ટિ આપી હતી કે ટીમના ખેલાડીઓ સ્વર્ગસ્થ ગોપીનાથના સન્માનમાં મેદાન પર કાળી પટ્ટી બાંધશે.

સીડી ગોપીનાથ કોણ હતા?

સી.ડી. ગોપીનાથ ભારતીય ક્રિકેટના શરૂઆતના દિવસોમાં મુખ્ય ખેલાડીઓમાંના એક હતા. તેમને 1951 થી 1960 દરમિયાન ભારત માટે 8 ટેસ્ટ મેચ રમી હતી, તેને પોતાના કરિયરની શરૂઆત ઈંગ્લેન્ડ સામે 50* અને 42 રનના પ્રભાવશાળી સ્કોરથી કરી હતી. તેઓ 1952માં ચેન્નાઈમાં ઈંગ્લેન્ડને હરાવીને ભારતને પહેલી ટેસ્ટ જીત અપાવનાર ઐતિહાસિક ટીમનો પણ ભાગ હતા.


ઘરેલુ ક્રિકેટમાં તેમનું યોગદાન પણ નોંધપાત્ર હતું. તેમને તમિલનાડુ ટીમનું નેતૃત્વ કર્યું અને 1954-55 સીઝનમાં ટીમની પહેલી રણજી ટ્રોફી જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી. તેમને ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 60 મેચમાં 4259 રન બનાવ્યા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેઓ રમત સાથે સંકળાયેલા રહ્યા. તેમને 1979ના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રીય પસંદગીકાર તરીકે સેવા આપી અને ભારતીય ટીમના મેનેજર તરીકે સેવા આપી.

BCCIએ શોક વ્યક્ત કર્યો

બીસીસીઆઈએ પણ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના યોગદાનને યાદ કર્યું. બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે સી.ડી. ગોપીનાથ એ પેઢીના હતા જેમને ભારતીય ક્રિકેટના શરૂઆતના વર્ષોને આકાર આપવામાં મદદ કરી.

ભારતની પ્રથમ ટેસ્ટ જીતનો ભાગ બનવું એ એક સન્માન છે જે હંમેશા યાદ રાખવામાં આવશે. તેમને તેમના રમતના દિવસો પછી પણ રમતમાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું, અને ભારતીય ક્રિકેટ સાથે તેમનો સંબંધ વર્ષો સુધી મજબૂત રહ્યો. બીસીસીઆઈ તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરે છે.

આ પણ વાંચો:

  • Follow us on: