ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 8 વિકેટથી હરાવ્યું. ચેન્નાઈની આ સીઝનની ચોથી જીત હતી, જ્યારે મુંબઈને સાતમી હારનો સામનો કરવો પડ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ અને કાર્તિક શર્માની અડધી સદીએ ચેન્નાઈની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઋતુરાજ ગાયકવાડે સૌથી મોટી ઈનિંગ રમી હતી, જેમાં 48 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 67* રન બનાવ્યા હતા. કાર્તિક શર્માએ આ ઈનિંગમાં તેમને શાનદાર સપોર્ટ આપ્યો હતો, જેમાં 40 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 54* રન બનાવ્યા હતા. બંનેએ 75 બોલમાં ત્રીજી વિકેટ માટે 98 રનની પાર્ટનરશીપ કરી હતી. કાર્તિક શર્માને ચેન્નાઈએ વર્તમાન સીઝન માટે 14.2 કરોડ રૂપિયામાં હસ્તગત કર્યો હતો. આજે તેને શાનદાર ઈનિંગ સાથે તેની કિંમતને યોગ્ય ઠેરવી. મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા. ચેન્નાઈએ 18.1 ઓવરમાં જીત મેળવી.
