IPL 2026ની 44મી મેચમાં લીગ ઈતિહાસની બે સૌથી સફળ ટીમો ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ શનિવાર 2 મે ના રોજ ટકરાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે, જે IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ફેન્સને સવાલ છે કે શું એમએસ ધોની અને રોહિત શર્મા આજે રમશે.
ચૈન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એસએસ ધોની આ સિઝનમાં ઈજાને કારણે એક પણ મેચ રમી શક્યો નથી, જ્યારે મુંબઈના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા પણ છેલ્લા કેટલાક મેચોથી હેમસ્ટ્રિંગ ઈજાને કારણે રમતથી દૂર છે. પરંતુ બંને મેચ પહેલા મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને ટીમોના કોચે આ મહત્વપૂર્ણ મેચ પહેલા તેમના સ્ટાર ખેલાડીઓ અંગે મહત્વપૂર્ણ અપડેટ્સ આપ્યા છે.
રોહિત શર્માનું ફિટનેસ અપડેટ
મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા હાલમાં હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ટીમના મેડિકલ યુનિટની સલાહના આધારે પ્લેઈંગ ઈલેવનમાં તેના સમાવેશ અંગેનો નિર્ણય લેવામાં આવશે. તેમને જણાવ્યું હતું કે રોહિતની રિકવરી સારી રીતે આગળ વધી રહી છે અને તે વાપસી માટે સખત મહેનત કરી રહ્યો છે. કોચે એમ પણ કહ્યું હતું કે તેની ફિટનેસ પર દરરોજ નજર રાખવામાં આવી રહી છે અને તેની સ્થિતિના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
ધોનીના પરત ફરવા અંગે અપડેટ
આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસીએ ખુલાસો કર્યો કે એમએસ ધોનીની ઈજા ઝડપથી સુધરી રહી છે અને તે ટૂંક સમયમાં મેદાનમાં પરત ફરી શકે છે. તેમને જણાવ્યું હતું કે સમગ્ર ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં ધોનીના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. 44 વર્ષનો ધોની ઈજાને કારણે છેલ્લા ત્રણ અઠવાડિયાથી રમતથી દૂર છે, પરંતુ તેને સ્વસ્થતા દરમિયાન દોડવા અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ધોની આજે રમશે કે નહીં?
કોચ હસીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ધોનીનું મુંબઈ સામે અથવા તેના પછીની મેચમાં વાપસી હજુ અનિશ્ચિત છે. પરંતુ તેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ધોની પોતાની ફિટનેસ અંગે સંપૂર્ણ વિશ્વાસ રાખ્યા પછી જ રમવા માટે તૈયાર થઈ જશે.
પોઈન્ટ ટેબલમાં CSK અને MI ખરાબ સ્થિતિમાં
IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ બંનેનું પ્રદર્શન અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે. ચેન્નાઈએ અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી ફક્ત 3 જ જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. CSK હાલમાં 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા સ્થાને છે. દરમિયાન મુંબઈએ પણ અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં ફક્ત 2 જ જીતી છે. 6 હાર સાથે, મુંબઈ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે.
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ