IPL 2026 માં ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સ 7 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 180 રન જ બનાવી શક્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. જ્યારે શાકિબ હુસૈને 2 વિકેટ લીધી હતી. જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 19 ઓવરમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ 181 રનનો સ્કોર હાંસલ કર્યો હતો.
