IPL 2026માં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 20 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. આ મેચ માટે મુંબઈ ઈન્ડિયન્સે બે ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપી હતી.
આ મેચમાં 22 વર્ષના દાનિશ માલેવર અને 21 વર્ષના ઓલરાઉન્ડર ક્રિશ ભગત તેમના માટે ડેબ્યૂ કરી રહ્યા છે. દાનિશની વાત કરીએ તો તેને ગુજરાત સામેની મેચમાં રોહિતની જગ્યાએ ઓપનિંગ કરવાની તક મળી હતી. પરંતુ તે પોતાની ડેબ્યૂ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહીં અને 4 બોલમાં માત્ર 2 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. આ મેચમાં તે ક્વિન્ટન ડી કોક સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો.
દાનિશ માલેવરનું બેટ તેના IPL ડેબ્યૂમાં નિષ્ફળ ગયું
દાનિશ માલેવરની વાત કરીએ તો, આ મેચ પહેલા તેને તેના કરિયરમાં એક પણ T20 મેચ રમી ન હતી. તેને અત્યાર સુધી ફક્ત 15 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે. ત્યાં તેને 26 ઈનિંગમાં 49.42 ની એવરેજથી 1285 રન બનાવ્યા છે. વધુમાં તેને લિસ્ટ A ક્રિકેટ કે T20 ફોર્મેટમાં એક પણ મેચ રમી નથી. મુંબઈ ઈન્ડિયન્સ તેને આ સિઝનમાં કેટલી મેચ આપશે તે જોવાનું બાકી છે.
દાનિશ માલેવાર ઘરેલુ ક્રિકેટમાં વિદર્ભ માટે રમે છે
દાનિશ માલેવરનો જન્મ 8 ઓક્ટોબર, 2003ના રોજ નાગપુરમાં થયો હતો. તે વિદર્ભ માટે રમે છે અને નાગપુરમાં આંધ્રપ્રદેશ સામે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તેની બીજી ઈનિંગમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા તેને 61 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેન્ પોતાની આગામી 3 ઈનિંગમાં 2 અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ તેને નાગપુરમાં ગુજરાત સામે પોતાની પહેલી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી હતી. તેની પહેલી રણજી ટ્રોફી સિઝનમાં દાનિશે 9 મેચોમાં 15 ઈનિંગમાં 52.20ની પ્રભાવશાળી એવરેજ અને 51.34 ના સ્ટ્રાઈક રેટથી 783 રન બનાવ્યા હતા, જેમાં 2 સદી અને 6 અડધી સદીનો સમાવેશ થાય છે.
મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા
મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાતે આ મેચ માટે તેની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે તેની પ્લેઇંગ ઈલેવનમાં 2 ફેરફાર કર્યા છે. રોહિત શર્મા પણ હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આ મેચમાં રમી રહ્યો નથી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો