ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 26મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી, જે દિલ્હીએ 6 વિકેટથી જીતી હતી. આ મેચમાં આરસીબીએ દિલ્હી કેપિટલ્સ માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી કેપિટલ્સની શરુઆત સારી રહી ન હતી.
આ મેચની છેલ્લી 2 ઓવરમાં જ્યારે દિલ્હીને જીત માટે 25 રનની જરૂર હતી, ત્યારે ડેવિડ મિલરની બેટિંગ શાનદાર જોવા મળી, જેમાં તેને છેલ્લી ઓવરમાં સતત 2 છગ્ગા ફટકારીને ટીમની જીત સુનિશ્ચિત કરી. આ સાથે ડેવિડ મિલર ખાસ છગ્ગા ફટકારવાના લિસ્ટમાં કાયરન પોલાર્ડને પણ પાછળ છોડી દેવામાં સફળ રહ્યો.
ડેવિડ મિલર હવે આ લિસ્ટમાં ફક્ત એમએસ ધોનીથી પાછળ
IPL મેચોમાં ટાર્ગેટનો સફળતાપૂર્વક પીછો કરતી વખતે જીતેલા ઈનિંગના 20મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ડેવિડ મિલર હવે એમએસ ધોની પછી બીજા સ્થાને પહોંચી ગયો છે. મિલરે IPL ઈતિહાસમાં 20મા ઓવરમાં 26 બોલનો સામનો કર્યો છે અને 9 છગ્ગા ફટકાર્યા છે.
IPL ઈતિહાસમાં સૌથી મહાન મેચ વિજેતાઓમાંથી એક ગણાતો કાયરોન પોલાર્ડ હવે 7 છગ્ગા સાથે આ લિસ્ટમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. દિગ્ગજ એમએસ ધોની 14 છગ્ગા સાથે ટોપના સ્થાને છે. IPL ટાર્ગેટનો સફળ પીછો કરવાના ડેવિડ મિલરના રેકોર્ડમાં 36 ઈનિંગમાં 98.81 ની એવરેજથી 1087 રનનો સમાવેશ થાય છે, જેમાં 6 અડધી સદી અને 1 સદીનો સામેલ છે.
સફળ IPL ચેઝની 20મી ઓવરમાં સૌથી વધુ છગ્ગા
એમએસ ધોની - 14 છગ્ગા (57 બોલ)
ડેવિડ મિલર - 9 છગ્ગા (26 બોલ)
કાયરોન પોલાર્ડ - 7 છગ્ગા (22 બોલ)
RCBની સતત 5 જીતનો સિલસિલો સમાપ્ત
IPL 2026ની છઠ્ઠી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો આ ફક્ત બીજો પરાજય છે. આ મેચ પહેલા તેઓએ ઘરઆંગણે પોતાની પાછલી 5 મેચ જીતી હતી, જે સિલસિલો દિલ્હી કેપિટલ્સે હવે પોતાની જીત સાથે તોડી નાખ્યો છે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો