IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે 8 વિકેટે વિજય મેળવ્યો. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. તેમને 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા. ચેન્નાઈએ 17.3 ઓવરમાં 2 વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી. ચેન્નાઈના 10 મેચમાં 10 પોઈન્ટ છે. તેને 5 જીત અને 5 હાર મળી છે. તેનો નેટ રન રેટ +0.151 છે. દિલ્હીની વાત કરીએ તો તેના 10 મેચમાં ફક્ત 8 પોઈન્ટ છે. ટીમને 4 જીત અને 5 હાર મળી છે. દિલ્હીનો નેટ રન રેટ -0.949 છે. આ મેચમાં દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોએ નિરાશ કર્યા. કોઈ પણ ખેલાડી અડધી સદી ફટકારી શક્યો નહીં. ટીમ તરફથી સમીર રિઝવીએ 23 બોલમાં અણનમ 40 રન બનાવ્યા. ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 31 બોલમાં 38 રન બનાવ્યા. પથુમ નિસાન્કાએ 19 રન, નીતિશ રાણાએ 15 રન, આશુતોષ શર્માએ 14 રન, કરુણ નાયરએ 13 રન અને કેએલ રાહુલે 12 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી નૂર અહેમદે સૌથી વધુ 2 વિકેટ લીધી. 156 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે, ચેન્નાઈને બે ઝટકાનો સામનો કરવો પડ્યો, પરંતુ સંજુ સેમસન અને કાર્તિક શર્માએ ઈનિંગને મજબૂત બનાવી. મેચમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની બેટિંગ નિષ્ફળ ગઈ, તેને 13 બોલમાં 6 રન બનાવ્યા, જ્યારે ઉર્વિલ પટેલ 9 બોલમાં 17 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ સંજુ સેમસન અને કાર્તિક શર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે 66 બોલમાં 114 રનની અણનમ પાર્ટનરશીપ થઈ. સંજુ 52 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 87 રન બનાવીને અણનમ રહ્યો. કાર્તિકે 31 બોલમાં 41 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. 


  • Follow us on: