IPLની 19મી સીઝનની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને ગત સીઝનની રનર્સ-અપ ટીમ પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર.આ મેચ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે.અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે,જ્યારે શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરશે. દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે કુલ 35 મેચ રમાઈ છે,જેમાં બંને ટીમોએ 17-17 મેચ જીતી છે.એક મેચ ડ્રો રહી હતી.ગયા સિઝનમાં જયપુરમાં બંને ટીમો વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી.