રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ દિલ્હી કેપિટલ્સને 9 વિકેટથી હરાવ્યું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 81 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં આરસીબીએ 6.3 ઓવરમાં મેચ જીતી લીધી. વિરાટ કોહલીએ પણ આઈપીએલમાં 9 હજાર રન પૂરા કર્યા. વિરાટ 15 બોલમાં 23 રન અને દેવદત્ત પડિકલ 13 બોલમાં 34 રન બનાવી અણનમ રહ્યો. આ દરમિયાન જેકબ બેથેલે 11 બોલમાં 20 રન બનાવ્યા. મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એકદમ સાચો સાબિત થયો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીના બોલરોએ તેમને 100 સુધી પહોંચતા અટકાવ્યા. દિલ્હી કેપિટલ્સનો કોઈ પણ બેટ્સમેન બેંગલુરુના બોલર સામે સારું પ્રદર્શન કરી શક્યો નહીં. પાવરપ્લેમાં જ દિલ્હીએ 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ અભિષેક પોરેલ અને ડેવિડ મિલરે શરૂઆતના પરાજયમાંથી ટીમને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પણ લાંબા સમય સુધી ધમાકેદાર બોલિંગનો સામનો કરી શક્યા નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે જોશ હેઝલવુડે 3.3 ઓવરમાં 12 રન આપીને 4 વિકેટ લીધી. ભુવનેશ્વર કુમારે 3 ઓવરમાં 5 રન આપીને 3 વિકેટ લીધી.  


  • Follow us on: