આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL 2026ની 39મી લીગ મેચ અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. પરંતુ તે પહેલાં સવાલ એ ઊભો થાય છે કે શું દિલ્હીના ફાસ્ટ બોલર લુંગી એનગીડી આજની મેચમાં રમશે? તમને જણાવી દઈએ કે લુંગી એનગીડીને પંજાબ કિંગ્સ સામેની પાછલી મેચમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી.


ઈજા બાદ લુંગી એનગીડી માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. આફ્રિકન ફાસ્ટ બોલર કેચ પકડવાનો પ્રયાસ કરતી વખતે ઘાયલ થયો હતો અને માથાના ભાગે પડી ગયો હતો.

લુંગી એનગીડીની શરૂઆતમાં મેદાન પર જ સારવાર કરવામાં આવી હતી. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઈજા પછી તરત જ જાહેર કરાયેલા અપડેટમાં જણાવાયું હતું કે તેને ગંભીર ઈજા થઈ નથી.

લુંગી એનગીડી RCB સામે રમશે મેચ?

સવાલ એ રહે છે કે શું લુંગી એનગીડી આજે આરસીબી સામે રમશે? ફ્રેન્ચાઈઝીએ તેની ભાગીદારી અંગે કોઈ અપડેટ શેર કર્યું નથી. પરંતુ તમને જણાવી દઈએ કે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પરંતુ તેની રમવાની ક્ષમતા હજુ પણ અનિશ્ચિત છે. માથા અને ગરદનની ઈજાઓ માટે વધારાની સાવધાની રાખવી જરૂરી છે.

પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ લુંગી એનગીડી ટીમ સાથે હોટેલમાં પહોંચી ગયો છે. જો લુંગી એનગીડી નહીં રમે તો ફ્રેન્ચાઈઝી તેની જગ્યાએ કોને લેશે તે જોવું રસપ્રદ રહેશે.

આ સિઝનમાં લુંગી એનગીડીનું પ્રદર્શન

આ સિઝનમાં અત્યાર સુધીમાં લુંગી એનગીડીએ 7 મેચ રમી છે. 6 ઈનિંગમાં બોલિંગ કરતા તેને 29.42 ની એવરેજથી 7 વિકેટ લીધી છે, જેમાં તેની બેસ્ટ બોલિંગ 3/27 છે. તેને તેની ધીમી બોલિંગથી બેટ્સમેનોને ખૂબ જ મુશ્કેલીમાં મુક્યા છે. આ સિઝનમાં બોલરોને ભારે મારનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ લુંગી એનગીડીએ માત્ર 8.70 ના ઈકોનોમી રેટથી રન આપ્યા છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: