IPL 2026માં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે જંગ જામવાનો છે.આ મેચ પહેલા RCB ના ફેન્સ માટે એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભલે RCB ના વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટ ઈજાના કારણે બહાર થઈ ગયા હોય, પરંતુ દિલ્હી સામે 'કિંગ કોહલી' ના આંકડા વિરોધી ટીમના હોશ ઉડાવી દે તેવા છે.


દિલ્હી સામે કોહલી બને છે વધુ ઘાતક

આઈપીએલના ઈતિહાસમાં વિરાટ કોહલી જ્યારે પણ દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઉતરે છે, ત્યારે તેનું બેટ રનનો વરસાદ કરે છે. વિરાટ કોહલી દિલ્હી સામે આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં મોખરે છે.

દિલ્હીમાં કિંગ કોહલીનો રેકોર્ડ 

આરસીબીના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં આઈપીએલમાં 274 મેચ રમી છે, જેમાં તેણે 39.95 ની સરેરાશથી 8,989 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, કોહલીએ 8 સદી અને 66 અડધી સદી ફટકારી છે. અન્ય કોઈ બેટ્સમેન આઈપીએલમાં 8,000 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. યાદીમાં બીજા ક્રમે રહેલા રોહિત શર્માએ 276 મેચમાં 7,183 રન બનાવ્યા છે. આ સ્થિતિમાં, રોહિત કોહલીની નજીક પણ નથી. વિરાટ કોહલીએ આઈપીએલ 2026 માં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે, જેમાં તેણે 54.57 ની સરેરાશથી 328 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં 36 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા છે.

પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર દબદબો

વિરાટ કોહલી મૂળ દિલ્હીનો છે અને તે ત્યાંના અરુણ જેટલી સ્ટેડિયમની પિચથી સારી રીતે વાકેફ છે. ભલે તે RCB તરફથી રમે છે, પણ દિલ્હી સામે રમતી વખતે તે પોતાના ઘરના મેદાન પર રમતો હોય તેવો જ આત્મવિશ્વાસ બતાવે છે.

ફિલ સોલ્ટની ગેરહાજરીમાં જવાબદારી વધી

આજની મેચમાં ફિલ સોલ્ટ ઈજાના કારણે ટીમમાં નથી, જેના કારણે વિરાટ કોહલી પર ટીમની શરૂઆત મજબૂત બનાવવાની મોટી જવાબદારી રહેશે. ક્રિકેટ નિષ્ણાતોનું માનવું છે કે જો વિરાટ પાવરપ્લેમાં ટકી જશે, તો દિલ્હીના બોલરો માટે તેને રોકવો અશક્ય બની જશે.

આ પણ વાંચો - IPL 2026: રિંકુ સિંહનો બાળપણનો 'હીરો',KKRની જીતમાં સૌથી મોટી ભજવી ભૂમિકા



  • Follow us on: