મંગળવાર 28 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિગ્સ વચ્ચેની રમાયેલ મેચ વિવાદમાં ઘેરાઈ છે. PBKS વિરુદ્ધ RR મેચ રિયાન પરાગ અને અન્ય એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. PBKS વિરુદ્ધ RRની મેચમાં એક દુઃખદ ઘટના બની. રિયાન પરાગનો ડ્રેસિંગ રુમમાં વેપિંગ કરતા વીડિયોને લઈને ટિકા થઈ રહી છે. તો અન્ય એક ઘટના સ્ટેડિયમમાં મેચ જોવી દર્શકને ભારે પડી તેનો છે. આ મેચનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્ટેડિયમમાં બેઠેલ દર્શક બોલ વાગતા ઇજાગ્રસ્ત થયો અને લોહી નીકળવા લાગ્યું હતું.
PBKS vs RRની મેચનો દુખદ ઘટનાનો વીડિયો વાયરલ
મુલ્લાનપુરમાં રમાતી મેચમાં ચોગ્ગા અને છગ્ગાના વરસાદની ધમાકેદાર બેટિંગનો સ્ટેડિયમમાં બેસેલા દર્શકો આનંદ લઈ રહ્યા હતા. પરંતુ એક વ્યક્તિને બોલ વાગતા તે ગંભીરપણે ઇજાગ્રસ્ત થયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં એક માણસની આંખની નજીકથી લોહી નીકળતું દેખાય છે. લોહી ખૂબ વહેતું હતું, અને તેનો શર્ટ પણ લોહીથી ખરડાયેલો હતો. વાયરલ વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મેચ દરમિયાન એક બોલ તેને વાગ્યો હતો, જેના કારણે આ ઘટના બની હતી. જોકે, તે સ્પષ્ટ નથી કે કયા બેટ્સમેનનો શોટ તેને વાગ્યો હતો. બીસીસીઆઈ દ્વારા આ ઘટનાની તપાસ કરાયા બાદ નિર્ણય લેવાઈ શકે.













