ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 4 વિકેટથી હરાવ્યું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભુવનેશ્વર કુમારના ઐતિહાસિક પ્રદર્શન છતાં બેંગલુરુ જીત મેળવવામાં નિષ્ફળ ગયું. ભુવનેશ્વરે આ મેચમાં 3 વિકેટ લીધી. તેને તેના T20 કરિયરમાં 350 વિકેટનો આંકડો પાર કર્યો છે.


ટોસ હાર્યા બાદ બેંગલુરુ પ્રથમ બેટિંગ કરવા આવ્યું. વિરાટ કોહલીએ 28 રન અને દેવદત્ત પડિકલે 40 રન બનાવ્યા. આરસીબીના બાકીના બધા બેટ્સમેન નિષ્ફળ ગયા. ટીમ ભાગ્યે જ 155 રન સુધી પહોંચી શકી.

ભુવનેશ્વર કુમારે ઈતિહાસ રચ્યો

આ મેચમાં સાઈ સુદર્શનની વિકેટ લઈને ભુવનેશ્વર કુમારે પોતાના T20I કરિયરમાં 350 વિકેટો પૂર્ણ કરી. યુઝવેન્દ્ર ચહલ પછી T20 ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર તે બીજો ભારતીય છે. ભુવનેશ્વર કુમારે પોતાની 325મી મેચમાં 350 વિકેટો પૂર્ણ કરી. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં તેને સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલરની વિકેટો મેળવી, જેનાથી તેની કુલ T20I વિકેટો 352 થઈ ગઈ.

ગુજરાતની પાંચમી જીત

આ IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઈટન્સની પાંચમી જીત હતી, જેનાથી તેઓ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને પહોંચી ગયા. બીજી તરફ RCB એ પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું.

156 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતે સાઈ સુદર્શનની વિકેટ વહેલી ગુમાવી દીધી, પરંતુ કેપ્ટન શુભમન ગિલે માત્ર 18 બોલમાં 43 રન બનાવ્યા. વિરાટ કોહલીએ શુભમન ગિલને આઉટ કરવા માટે એક અદ્ભુત કેચ પકડ્યો. જોસ બટલરે 19 બોલમાં 39 રન બનાવ્યા.

અંતે ઈમ્પેક્ટ પ્લેયર રાહુલ તેવતિયાએ 17 બોલમાં અણનમ 27 રન બનાવીને ગુજરાતની સિઝનની પાંચમી જીત સુનિશ્ચિત કરી. આ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ વિજય હતો, કારણ કે તેઓએ 25 બોલ બાકી રહેતા ટાર્ગેટ હાંસલ કર્યું. આનાથી તેમને તેમના નેટ રન રેટમાં પણ ફાયદો થયો.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો


  • Follow us on: