IPL 2026માં ગુજરાત ટાઈટન્સનું પ્રદર્શન મિશ્ર રહ્યું છે. ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે, જેમાં 3 માં જીત અને 3 માં હારનો સામનો કરવો પડ્યો છે. પરિણામે પ્લેઓફમાં પહોંચવાનો માર્ગ વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે.


ગુજરાતે ટોપ ચારમાં પહોંચવા માટે સખત મહેનત કરવી પડશે. છેલ્લી 3 સિઝનમાં, ગુજરાત 2 વાર પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહ્યું છે. પરંતુ આ ત્રણ સિઝનમાં એક ખેલાડી એવો છે જેના બેટથી કોઈ રન બન્યા નથી. તે ખેલાડીના બેટમાંથી સતત રન આવી રહ્યા નથી. તેના ખરાબ ફોર્મે ટીમના તણાવમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ બીજું કોઈ નહીં પરંતુ રાહુલ તેવટિયા છે.

IPL 2023થી રાહુલ તેવટિયાનું પ્રદર્શન કેવું રહ્યું છે?

રાહુલ તેવટિયા IPL 2022 થી ગુજરાત ટાઈટન્સ ટીમનો ભાગ છે. 2022માં ટીમ માટે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું, પરંતુ 2023 થી તેમને નિરાશાજનક પ્રદર્શન કર્યું છે. રાહુલ તેવટિયાએ 2023 થી ગુજરાત માટે 50 મેચ રમી છે, જેમાં તેને ફક્ત 423 રન બનાવ્યા છે. તેની એવરેજ 20 ની આસપાસ રહી છે. આ 4 સીઝનમાં તેને એક પણ મોટી ઈનિંગ રમી નથી, કે તેને એક પણ અડધી સદી ફટકારી નથી. રાહુલ તેવટિયાના ફોર્મના અભાવે ગુજરાતનો મિડલ ઓર્ડર નબળો પડ્યો છે.

રાહુલ તેવટિયાને છેલ્લા 4 સીઝનમાં કેટલો પગાર મળ્યો?

રાહુલ તેવટિયાના પગાર વિશે વાત કરીએ તો, ગુજરાતે તેને IPL 2023 અને 2024 માં 9-9 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. આમ તેને આ બે સીઝનમાં 18 કરોડ રૂપિયા મળ્યા હતા. ત્યારબાદ તેવટિયાને 2025 માં 4 કરોડ રૂપિયા અને 2026 માં 4 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. તેને આ 2 સીઝનમાં 8 કરોડ રૂપિયા મળ્યા હતા. આનો અર્થ એ થયો કે રાહુલ તેવટિયાને 2023 થી અત્યાર સુધી 26 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. પરંતુ તેને અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી.

IPLમાં અત્યાર સુધી તેવટિયાનું પ્રદર્શન કેવું રહ્યું છે?

રાહુલ તેવટિયા એક બોલિંગ ઓલરાઉન્ડર છે. પરંતુ 2024થી ગુજરાત ટીમે તેને એક પણ વાર બોલિંગ કરાવી નથી. 2023 માં તેને બે ઈનિંગમાં બોલિંગ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ તેને ત્યાં પણ એક પણ વિકેટ લીધી ન હતી. IPL માં તેવટિયાના પ્રદર્શનની વાત કરીએ તો તે અત્યાર સુધી 4 ટીમોનો ભાગ રહ્યો છે, તેને 114 મેચોમાં 83 ઈનિંગમાં 1161 રન બનાવ્યા છે. તેને પોતાની બોલિંગથી 32 વિકેટ પણ લીધી છે. તેથી જો તે આગામી મેચોમાં સારું પ્રદર્શન નહીં કરે, તો ગુજરાત ટીમ તેને પ્લેઈંગ ઈલેવનમાં બદલવાનું વિચારી શકે છે.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: