IPL 2026ની 30મી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં મુંબઈ ઈન્ડિયન્સે 99 રનથી જીત મેળવી હતી. ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. મુંબઈની ઈનિંગનું નેતૃત્વ કરતા તિલક વર્માએ શાનદાર સદી ફટકારી હતી, ઈનિંગના છેલ્લા બોલ પર માત્ર 45 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ટાર્ગેટનો પીછો કરતા ગુજરાત ટાઈટન્સ 15.5 ઓવરમાં 100 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આમ ગુજરાતની આખી ટીમ મુંબઈના તિલક વર્માની બરાબરી કરવામાં નિષ્ફળ ગઈ.આ મેચમાં ગુજરાત ટાઈટન્સ માટે વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ રન બનાવ્યા હતા, તેને 17 બોલમાં 26 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 14 રન, શાહરૂખ ખાન 17 રન અને કાગીસો રબાડા 12 રન બનાવ્યા હતા. મુંબઈ માટે સૌથી વધુ વિકેટ લેનાર અશ્વિની કુમારે 4 વિકેટ લીધી. આ સિઝનમાં મુંબઈની આ બીજી જીત હતી. તિલક વર્મા પછી અશ્વની કુમારે ટીમ માટે મુખ્ય ભૂમિકા ભજવી.


  • Follow us on: