ઈન્ડિયન પ્રીમિયર લીગની 30મી મેચમાં બે મુખ્ય ટીમો આમને-સામને છે. એક તરફ 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ છે અને બીજી તરફ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો ટકરાઈ રહી છે.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ગુજરાતની ટીમમાં કોઈ ફેરફાર થયો નથી. આ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સમાં ઘણા ફેરફારો થયા છે. દાનિશ માલેવર અને ક્રિશ ભગત આજે IPLમાં ડેબ્યૂ કરી રહ્યા છે. બંનેમાંથી કોઈ પણ ખેલાડીએ પહેલાં T20 મેચ રમી નથી.
હિટમેનના મેદાનમાં પાછા ફરવાની જોવાઈ રહી છે રાહ
મુંબઈ ઈન્ડિયન્સના પ્લેઈંગ ઈલેવન અંગે સૌથી મોટા સમાચાર એ છે કે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આજની મેચ રમશે નહીં. આ તેની સતત બીજી IPL 2026 મેચ છે. ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં રોહિત શર્માના ભાગ લેવા અંગે ઘણા દિવસોથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત સંપૂર્ણપણે ફિટ નથી.
રોહિત શર્મા છેલ્લે 12 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે રમ્યો હતો. તે મેચ દરમિયાન રોહિતને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. ત્યારથી હિટમેનના મેદાનમાં પરત ફરવાની રાહ જોવાઈ રહી છે.
મુંબઈને ગમે તે ભોગે જીતની જરૂર
રોહિત શર્માની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોએ વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર પડશે. મુંબઈની ટીમ આઈપીએલ 2026માં સતત હારનો સામનો કરી રહી છે. મુંબઈએ અત્યાર સુધી પાંચ મેચ રમી છે, જેમાંથી ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ અત્યાર સુધીમાં ફક્ત એક જ જીત મેળવી શકી છે. મુંબઈએ પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરી હતી, પરંતુ ત્યારથી 5 વખતની ચેમ્પિયન ટીમ સતત 4 મેચ હારી ગઈ છે.
મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ ઈલેવન
દાનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ, એએમ ગઝનફર.
ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, અશોક શર્મા.
મુંબઈ ઈન્ડિયન્સના ઈમ્પેક્ટ પ્લેયર્સ
રાજ બાવા, અશ્વની કુમાર, કોર્બીન બોશ, મયંક રાવત, રઘુ શર્મા.
ગુજરાત ટાઈટન્સના ઈમ્પેક્ટ પ્લેયર્સ
રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, અનુજ રાવત, કુલવંત ખેજરોલીયા, માનવ સુથાર.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો