અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 25 બોલ બાકી રહેતા 4 વિકેટે હરાવ્યું. આ સિઝનમાં ગુજરાતનો પાંચમો વિજય છે, જ્યારે બેંગલુરુનો ત્રીજો પરાજય થયો. મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બેંગલુરુ પ્રથમ બેટિંગ કરતા 19.2 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્યારબાદ પીછો કરવા આવતા ગુજરાતે 15.5 ઓવરમાં 158/6 રન બનાવીને જીત મેળવી હતી. ગુજરાત માટે કેપ્ટન શુભમન ગિલે 18 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 43 રનની સૌથી વધુ ઈનિંગ રમી, જ્યારે જોસ બટલરે 39 રન બનાવ્યા. અંતે રાહુલ તેવટિયાએ અણનમ 27 રન અને રાશિદ ખાને અણનમ 7 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો. RCB માટે ભુવનેશ્વર કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી, જ્યારે રોમારિયો શેફર્ડે 2 વિકેટ અને સુયશ શર્માએ 1 વિકેટ લીધી.

FIFA World Cup 2026 : જાપાને એકતરફી મેચમાં ટ્યુનિશિયાને 4-0 થી હરાવ્યું









