IPL 2026ની 41મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 6 વિકેટથી હરાવ્યું. હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રાયન રિકલ્ટનની રેકોર્ડ સદીની મદદથી મુંબઈએ 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો.
પરંતુ ખરાબ બોલિંગને કારણે MI આ વિશાળ સ્કોરનો બચાવ કરી શક્યું નહીં. હાર્દિકે મેચ પછી કહ્યું કે "મને મારા બોલરો પર પૂરો વિશ્વાસ હતો કે તેઓ આ સ્કોરનો બચાવ કરશે. પરંતુ અમે અમારી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા નહીં."
હાર્દિક પંડ્યાએ કહી આ વાત
હાર્દિકે આગળ કહ્યું કે "મને નથી લાગતું કે ઝાકળે કોઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી, તેઓએ ફક્ત કેટલાક સારા શોટ રમ્યા અને અમે કેટલાક ખરાબ બોલ ફેંક્યા. મને આજે મેદાન પર રમવાની ખૂબ મજા આવી. 244 રન મને મારા બોલરો પર વિશ્વાસ હતો કે તેઓ આ ટાર્ગેટનો બચાવ કરશે, પરંતુ અમે યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા નહીં. છેલ્લા 3 બોલ સિવાય મને મારી બોલિંગનો આનંદ આવ્યો."
અમારી પાસે ઘણા બધા વિકલ્પો નથી: હાર્દિક પંડ્યા
બુધવારની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે વિકેટ લેવાની ઘણી તકો ગુમાવી, જેમાંથી કેટલીક થોડી મુશ્કેલ હતી, પરંતુ જો તે કેચ લેવામાં આવ્યા હોત, તો પરિસ્થિતિ અલગ હોત. હાર્દિકે કહ્યું કે "આ સિઝન આવી જ રહી છે. તમે તકોનો લાભ લો છો, પરંતુ જો તમે નહીં લો, તો તમને દુઃખ થાય છે. આ સિઝનમાં અમારી પાસે ઘણા વિકલ્પો નથી. હું મારા બોલરોને દોષ નહીં આપું. એક ટીમ તરીકે, અમે મુંબઈ ઈન્ડિયન્સ જે રીતે જાણીતા છે તે રીતે પ્રદર્શન કરી શક્યા નથી."
હાર્દિક પંડ્યાએ વધુમાં કહ્યું કે "અમારા માલિકો અને સપોર્ટ સ્ટાફ ખૂબ જ ઉત્સાહી છે. આશા છે કે, અમે કોઈ ઉકેલ શોધી શકીશું." ફેન્સના સમર્થન અંગે તેને કહ્યું કે "અમે તેમને અમને સપોર્ટ કરવાની વધુ તક આપી નથી, પરંતુ તેઓ અદ્ભુત અને વફાદાર રહ્યા છે. જ્યારે વિરોધી ટીમ બહાર આવે છે અને ફેન્સ તેમના નામનો જાપ કરવાનું શરૂ કરે છે ત્યારે તે પણ દુઃખદ છે."
મુંબઈ ઈન્ડિયન્સની 8 મેચમાં આ છઠ્ઠી હાર છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 4 પોઈન્ટ અને -0.784 ના નેટ રન રેટ સાથે નવમા નંબરે છે. હવે તેમને 16 પોઈન્ટ મેળવવા માટે બાકીની 6 મેચ જીતવાની જરૂર પડશે.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો