ક્રિકેટર હાર્દિક પંડ્યા હાલ IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે મેદાનમાં જોવા મળી રહ્યો છે, પરંતુ તેમની ટીમનું પ્રદર્શન હાલ નિરાશાજનક રહ્યું છે. સાથે જ હાર્દિક પોતે પણ બેટિંગમાં ખાસ અસરકારક જોવા મળી રહ્યો નથી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેમની પર્સનલ લાઈફ અંગે એક ચોંકાવનારો દાવો વાયરલ થયો છે.
21.45 કરોડનો લક્ઝરી ફ્લેટ ખરીદ્યો!
વાયરલ થયેલી પોસ્ટ મુજબ હાર્દિક પંડ્યાએ મુંબઈના વર્લી વિસ્તારમાં દરિયાકિનારે આવેલો અંદાજે 21.45 કરોડ રૂપિયાનો લક્ઝરી ફ્લેટ ખરીદ્યો છે અને તેઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ત્યાં રહેવાનો છે એવો દાવો કરવામાં આવ્યો છે.
પરંતુ આ દાવાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. હાર્દિક પંડ્યાએ પણ આ મુદ્દે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી, તેથી આ માહિતીની સત્યતા અંગે શંકા યથાવત છે.
માહિકા શર્માને ડેટ કરી રહ્યો છે હાર્દિક
હાર્દિકની લવ લાઈફ વિશે વાત કરીએ તો તેઓ હાલમાં મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માહિકા શર્માને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. બંનેને અનેક પ્રસંગોએ સાથે જોવામાં આવ્યા છે અને આ સંબંધ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહ્યો છે.
પ્રદર્શનની વાત કરીએ તો હાર્દિકે અત્યાર સુધી આ સીઝનમાં 6 મેચમાં 6 ઈનિંગમાં માત્ર 97 રન બનાવ્યા છે. તેની એવરેજ 19.40 અને સ્ટ્રાઈક રેટ 140.57 રહ્યો છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 40 રન રહ્યો છે. આ રીતે ખરાબ ફોર્મ વચ્ચે હાર્દિક પંડ્યાને લઈને પર્સનલ લાઈફ સંબંધિત દાવાઓ પણ ચર્ચાનો વિષય બન્યા છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ વગર તેને સાચું માનવું યોગ્ય નથી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો