SRHના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસેને IPL માં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેને IPLમાં 100 છગ્ગા ફટકાર્યા છે. તેને આ સિદ્ધિ માત્ર 52 ઈનિંગમાં હાંસલ કરી, જેનાથી તે IPL ઈતિહાસમાં 100 છગ્ગા ફટકારનારા ત્રીજા સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.
હેનરિક ક્લાસેને દિલ્હી કેપિટલ્સ સામેની પોતાની 37 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ મેળવી. તેને આ મેચમાં 13 બોલમાં રમ્યા, જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.
હેનરિક ક્લાસને IPLમાં 102 સિક્સર ફટકારી
હેનરિક ક્લાસેન અત્યાર સુધીમાં 56 IPL મેચ રમી ચૂક્યો છે, જેમાં તેને 102 છગ્ગા ફટકાર્યા છે. ક્રિસ ગેઈલ 142 મેચમાં 357 છગ્ગા સાથે લિસ્ટમાં ટોચ પર છે. રોહિત શર્મા 276 મેચમાં 310 છગ્ગા સાથે લિસ્ટમાં બીજા નંબરે છે. વિરાટ કોહલી 273 મેચમાં 299 છગ્ગા સાથે લિસ્ટમાં ત્રીજા નંબરે છે.
IPLમાં ક્રિસ ગેઈલનો છે આ રેકોર્ડ
IPLમાં ઈનિંગના આધારે 100 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલે 37 ઈનિંગમાં 100 છગ્ગા ફટકાર્યા હતા. આન્દ્રે રસેલ 47 ઈનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરીને લિસ્ટમાં બીજા નંબરે છે. હેનરિક ક્લાસેન હવે લિસ્ટમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. ક્લાસેન માત્ર 1072 બોલમાં 100 છગ્ગા ફટકાર્યા હતા. તે બોલનો સામનો કરીને 100 છગ્ગા ફટકારનાર સાતમા સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે.
SRH એ પ્રથમ બેટિંગ કરતા 242 રન બનાવ્યા
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 242 રન બનાવ્યા. ઓપનર અભિષેક શર્માએ ટ્રેવિસ હેડ સાથે 8.5 ઓવરમાં 97 રનની પાર્ટનરશીપ કરી. ટ્રેવિસ 26 બોલમાં 2 છગ્ગા અને એટલા જ ચોગ્ગા સાથે 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. અહીંથી અભિષેકે કેપ્ટન ઈશાન કિશન સાથે બીજી વિકેટ માટે 35 બોલમાં 79 રનની પાર્ટનરશીપ કરી. ઈશાન 13 બોલમાં 1 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 25 રન બનાવીને રનઆઉટ થયો. અભિષેકે 68 બોલમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા સાથે 135 રન બનાવીને અણનમ રહ્યો, જ્યારે ક્લાસેને 13 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગા સાથે 37 રનની અણનમ ઈનિંગ રમી.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો