IPL 2026ની 27મી મેચમાં એક એવી ક્ષણ આવી જેને પાંચ વખતના IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સના કેમ્પમાં આઘાત પહોંચાડ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકીપર હેનરિક ક્લાસેનનો એક ઉડતો કેચ પકડ્યો, જેને સ્ટેડિયમમાં હાજર દરેક ફેન્સને સ્તબ્ધ કરી દીધા.


ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન આયુષ મ્હાત્રેએ સારી શરૂઆત કરી હતી, પરંતુ ક્લાસેનની ચપળતાથી તેની ઈનિંગ ટૂંકી પડી ગઈ. મેચ દરમિયાન ક્લાસેનએ મિડ-ઓફ પર એક શાનદાર ડાઈવિંગ કેચ પકડીને આયુષ મ્હાત્રેને આઉટ કર્યો. આયુષ મ્હાત્રેએ 13 બોલમાં 5 ચોગ્ગા અને 1 શાનદાર છગ્ગા સાથે 30 રન બનાવ્યા.

ક્લાસેન પોતાની ભૂલ સુધારી

તમને જણાવી દઈએ કે હેનરિક ક્લાસેનએ પહેલા આયુષ મ્હાત્રેને શૂન્ય પર જીવનદાન આપ્યું હતું, પરંતુ બાદમાં શાનદાર રીતે સુધારો કર્યો. ઈનિંગની શરૂઆત કર્યાના થોડા સમય પછી આયુષ મ્હાત્રે હેમસ્ટ્રિંગની સમસ્યાથી પીડાતો જોવા મળ્યો, પરંતુ તેમ છતાં, તેને પાંચમી ઓવરમાં નીતિશ રેડ્ડીના બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ ગયો, અને ક્લાસેન હવામાં ઉંચી કૂદી પડ્યો અને પછી એક ઝંપલાવતા કેચ સાથે બોલને પકડી લીધો. આ વિકેટ સાથે મેચની ગતિ સનરાઈઝર્સ હૈદરાબાદના પક્ષમાં નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ.


હેનરિક ક્લાસેને બેટિંગમાં મચાવી ધૂમ

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બેટિંગમાં હેનરિક ક્લાસેને પણ શાનદાર પ્રદર્શન કર્યું. હેનરિક ક્લાસેને 39 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 59 રનની ઈનિંગ રમી. હેનરિક ક્લાસેનની આ શાનદાર ઈનિંગના આધારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 194 રન બનાવવામાં સફળ રહી.

હેનરિક ક્લાસેન સિવાય ઓપનર અભિષેક શર્માએ પણ 59 રનની ઈનિંગ રમી. અભિષેક શર્માએ માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી ફટકારી. ચેન્નાઈ તરફથી અંશુલ કંબોજ અને જેમી ઓવરટને બોલિંગમાં 3-3 વિકેટ લીધી. મુકેશ ચૌધરીએ 2 બેટ્સમેનોની વિકેટ લીધી.

આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો

  • Follow us on: