ગયા શનિવાર સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2026ની 27મી લીગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 10 રનથી હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વિજય બાદ હૈદરાબાદના સહ-માલિક કાવ્યા મારને CSK ફેન્સને એવી રીતે શાંત કર્યા કે જેનાથી હોબાળો થવાની શક્યતા જણાતી હતી.
મોં પર આંગળી મૂકીને ચૂપ કરાવ્યા
કાવ્યા પોતાની જીત પછી ખૂબ જ ખુશ જોવા મળી રહી હતી. સોશિયલ મીડિયા પર તેના સેલિબ્રેશનનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કાવ્યા પોતાની જીતનું સેલિબ્રેશન કરવા માટે ઉભી થાય છે અને આક્રમક સેલિબ્રેશનમાં વ્યસ્ત રહે છે. સેલિબ્રેશન પછી તે પોતાના મોં પર આંગળી રાખીને ભીડને ચૂપ રહેવાનો ઈશારો કરે છે.
https://twitter.com/Cricket_live247/status/2045725242971353165
કાવ્યાએ ફેન્સ તરફ જોઈને અને પોતાની આંગળી મોં પર રાખવાનો જે હાવભાવ કર્યો હતો તે લોકોને ગમ્યો નહીં. ફેન્સ કહી રહ્યા છે કે તેણે ચેન્નાઈના ફેન્સને ચૂપ કરવા માટે આ હાવભાવનો ઉપયોગ ન કરવો જોઈએ. ચેન્નાઈના ફેન્સને પણ હૈદરાબાદના સહ-માલિકની આ હરકતો પસંદ નથી.
https://twitter.com/toxifyxe/status/2045773600079401347
હૈદરાબાદ હારેલી મેચ જીતી ગયું
ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 194 રન બનાવ્યા. ટીમ તરફથી અભિષેક શર્માએ 22 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 59 રન બનાવ્યા. હેનરિક ક્લાસેન પણ 39 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 59 રન બનાવ્યા. ચેન્નાઈ તરફથી અંશુલ કંબોજ અને જેમી ઓવરટને 3-3 વિકેટ લીધી.
ચેન્નાઈએ રન ચેઝમાં સારી શરૂઆત કરી હતી. તેઓએ 8.5 ઓવરમાં 100 રન બનાવી લીધા હતા. ત્યારથી જીત લગભગ નિશ્ચિત લાગતી હતી. પરંતુ એક સમયે તેઓએ 3 વિકેટ ગુમાવી દીધી હતી. પછી ચેન્નાઈની વધુ વિકેટ ગુમાવવી ધીમે ધીમે સમસ્યા બની ગઈ, અને હૈદરાબાદ લગભગ મેચ જીતી ગયું.
આ પણ વાંચો: 'મારી પાસે જીવવા માટે 3-6 મહિના બાકી...!' યુવરાજ સિંહે કેન્સરને લઈને કર્યો મોટો ખુલાસો