આ ગ્લોબલ ટુર્નામેન્ટ પહેલા પસંદ કરાયેલી ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ પણ રમશે, જે ટુર્નામેન્ટની તૈયારીમાં મહત્વપૂર્ણ સાબિત થશે. BCCIએ 2 મેના રોજ સાંજે ટીમની જાહેરાત કરી હતી.


WPL 2026 દરમિયાન નંદિની શર્માએ બધાનું ધ્યાન ખેંચ્યું, જ્યાં તે અગ્રણી વિકેટ લેનાર બોલરોમાંની એક હતી. દિલ્હી કેપિટલ્સ માટે રમતી વખતે તેણે તેની શરૂઆતની સીઝનમાં 17 વિકેટ લીધી, દબાણ હેઠળ સતત પ્રદર્શન કરવાની તેની ક્ષમતા સાબિત કરી. ટીમમાં તેનો સમાવેશ નવી પ્રતિભા સાથે પેસ બોલિંગને મજબૂત બનાવવાની સિલેક્ટર્સનો ઈચ્છાને પ્રતિબિંબિત કરે છે.

રાધા યાદવને ટીમમાં મળ્યું સ્થાન

ટીમમાં વિકેટકીપર-બેટર યાસ્તિકા ભાન્ડર રાધા યાદવ જેવા મુખ્ય ખેલાડીઓની વાપટિયા અને ઓલરાઉસી પણ જોવા મળી રહી છે. જે બંને ટીમમાં ઊંડાણ અને સંતુલન ઉમેરે છે. પરંતુ અનુષ્કા શર્મા, ઉમા છેત્રી અને કાશ્વી ગૌતમને ટીમમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. ખાસ કરીને કાશ્વી ગૌતમ જમણા ઘૂંટણની ઈજાને કારણે ઉપલબ્ધ ન હતી.

હરમનપ્રીત કૌર ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ કરશે

સિનિયર ખેલાડી હરમનપ્રીત કૌર ફરી એકવાર ટીમની કેપ્ટનશીપ કરશે. T20 વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે આ તેમનો પાંચમો કાર્યકાળ હશે, જે ભારતીય મહિલા ક્રિકેટમાં તેમની લાંબા સમયથી અને મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે.

હરમનપ્રીતે સાઉથ આફ્રિકા સામેની તાજેતરની સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને તે ભારતની સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. તેનું વર્તમાન ફોર્મ ઈંગ્લેન્ડમાં ટીમના સફળ અભિયાન માટે મહત્વપૂર્ણ રહેશે.

T20 વર્લ્ડકપ 2026 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું શેડ્યુલ

14 જૂન, 2026: ભારત વિ પાકિસ્તાન, બર્મિંગહામ

17 જૂન, 2026: ભારત વિ નેધરલેન્ડ, લીડ્સ

21 જૂન, 2026: ભારત વિ સાઉથ આફ્રિકા, માન્ચેસ્ટર

25 જૂન, 2026: ભારત વિ બાંગ્લાદેશ, માન્ચેસ્ટર

28 જૂન, 2026: ભારત વિ ઓસ્ટ્રેલિયા, લંડન (લોર્ડ્સ)

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતની મહિલા ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, શ્રેયંકા પાટિલ, ભારતી ફુલમાલી, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), નંદની શર્મા અને રાધા યાદવ.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi રાજસ્થાન રોયલ્સ છોડીને MI માટે રમશે? અનુભવી ક્રિકેટરના નિવેદનથી થયો વિવાદ

  • Follow us on: